Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ગારીયાધાર પાલિકાની સામાન્ય સભાનાં ઠરાવનો અહેવાલ કમિશ્નર દ્વારા મંગાવાયો

ગારીયાધાર તા.૧:  પાલિકાની સામાન્ય સભાના અહેવાલમાં ૪૧ % ડાઉન સાથે વાર્ષિક ભાવોનો ઇજારો રાખનારી એજન્સી રેટ-એનાલીલીસ પ્રમાણે ગુણવતાયુકત કામગીરી શકય છે કે કેમ? જેની ન.પા. દ્વારા ખાત્રી કરવામાં આવી છે, ટેન્ડરોની નકલો, કમ્પેરેટીવ સ્ટેટમેન્ટ અને ફાઇલ કોપીની પ્રમાણિત નકલો અને ન.પા. દ્વારા કઇ બાબતના વાષિૃક ભાવો મંગાવાયા છે તેની પુર્તતા મંગાવાઇ છે.

જયારે બીજા ઠરાવમાં જળ સંચય અભિયાન હેઠળના કામોમાં મારૂતિ કન્સ્ટ્રકશનના ટેન્ડરના ભાવો કેટલા ટકા ડાઉન છે? તેના વિસ્તાર અને કામગીરી પૂર્ણ થયાના રિપોર્ટની નકલોની વિગતવાર પૂર્તતા કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

નિયામક કચેરી ખાતે મોકલાયેલા સામાન્ય સભાના ઠરાવોના અવલોકન બાદ નિયામક કમિશ્નર દ્વારા આ બંન્ને ઠરાવો ની વિગતો મંગાવતા બંન્ને કામ કરનારી એજન્સી, સામે પ્રશ્નાર્થ થશે કે કેમ તે જોવું રહયું.(૧.૭)

(12:11 pm IST)