Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ભાવેણાનું ઘરેણું જાનવી મહેતા : યોગમાં અવંતિકા

નેશનલ એવોર્ડ તથા દેશ-વિદેશમાં ૧૫ ગોલ્ડ મેડલ

ભાણવડ તા ૦૧ : ભાવેણાનું ઘરેણું જાનવી મહેતા કે જેમને યોગક્ષેત્રે ઉપરા ઉપરી સિધ્ધિઓ હાંસલ કરી છે અને ભાવેણાનાં રાજવી નેક નામદારશ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલવાડનાં ભાવનગર રાજવીની ઓળખનેવિશ્વ ના દેશોમાં ફરી તાજી કરી ભાવનગરને ગોૈરવ અપાવ્યું છે, અને જાનવી મહેતા દેશનું ગોૈરવ બની છે, અગાઉ આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ૮ ગોલ્ડ, ૬ સિલ્વર, ૧ બ્રોન્ઝ મેડલ, તેમજ રાષ્ટ્રીય ક્ષેત્રે ૭ ગોલ્ડ, ૩ સિલ્વર, ૭ બ્રોન્ઝ મેડલ યોગ ક્ષેત્રે મેળવેલ છે. જાનવી મહેતાએ અત્યાર સુધીમાં ૧૮ થી વધુ ગોલ્ડ અને સિલ્વર,બ્રોન્જ સહીત અનેે ટ્રોફીઓ મેળવી છે.

તાજેતરમાં  દિલ્હી ખાતે  દિલ્હીના ંઇન્ડિયા  ઇન્ટરનેશનલ સેન્ટર ખાતેે '' અટલ બિહારી બાજપાય અવંતિકા નેશનલ એવોર્ડ-૨૦૧૮'' થી જાનવી મહેતાનેસન્માનિત કરવામાં આવેલ, જેમાં ડો આનંદ અગ્રવાલ, કેન્દ્રીય મંત્રી ડો. હર્ષ વર્ધન, તેમજ ડો. એસ.કે. નંદા,અનીલ પ્રથમ, અને કર્નલ તેજન્દ્ર પાલ યાગી (વીરચક્ર-રાષ્ટ્રીય સેના સંગઠન પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા અને  યોગ ક્ષ્ેોત્રે અનેકવાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર જામનવી મહેતાનું '' અટલ બિહારી બાજપાય અવંતિક નેશનલ એવોર્ડ-૨૦૧૮'' એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ, અને ૧૩ મો નેશનલ યોગાસન સ્પોટ્ર્સ ચેેમ્પીયન શીપ-૨૦૧૮, જે ભારતમાં સોૈ પ્રથમ રાષ્ટ્રીય સ્તર ની નેશનલ યોગાસન સ્પર્ધા ગુજરાતમાં જાખણ લીમડી ખાતે યોજવામાં આવી હતી. જેમાં દેશના ૩૦૦ વધુ ખેલાડીઓ ભાગ લીધેલ હતો. જેમાં જાનવી મહેતા પ્રથમ ક્રમે આવી ૧૩ મો નેશનલ યોગાસન સ્પોટ્ર્સ ચેમ્પીયનશીપ-૨૦૧૮ માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા દિલ્હી ખાતે સન્માનને સાર્થક કર્યુ હતું જાનવી મહેતા સામાન્ય પરિવારમાંથી હોય જાનવીના પિતા સિલાઇકામનો વ્યવસાય કરે છે , તો માતા શિક્ષિકા છે. ઇન્ટરનેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ ર ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ ફલક પર ભારતને સિદ્ધી અપાવી હતી. ગુઝજુ યુવતિ યોગમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરી મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં હરિયાણા ખાતે સ્થાન મેળવ્યું. હરિયાણા ખાતે આયોજીત ઇન્ટરનેશનલ યોગ સ્પોટ્ર્સ કપ -૨૦૧૮ કેજે ગત તારી ૨ થી૪ નવેમ્બર દરમિયાન કરનાલ ખાતે આયોજન થયું હતું. જેમા ં૧૨ જેટલા દેશોએ ભાગ લીધો હતો અને ૩૦૦ થી વધુ ખેલાડીઓ એ પણ ભાગ લીધો હતો, અને આ ચેમ્પીયનશીપમાં ભાવનગરની દીકરી જાનવી જીજ્ઞેેશભાઇ મહેતાએ પણ ભાગ લીધો હતો.અને તેમના વય જુથમાંથી પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓવરઓલ ચેમ્પિયનમાં પણ પ્રથમ રનર્સ અપ ૨૦૧૮ રહી. આ સિધ્ધિને ધ્યાનમાં લઇ જાનવી મહેતાનેયોગ સ્પોર્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં મુખ્ય મહેમાન પદે કરન દેવ કમ્બોજ કે જેઓ (ફુડ અને સપ્લાય મીનીસ્ટર ઓફ હરિયાણા) અને એસોસીએશનનાં પ્રસિડેન્ટ યુગલ બંસલ અને જનરલ સેક્રેટરી નીરજકુમાર સોધી એ ૧૧૦૦૦/- કેશ પ્રાઇઝ, તેમજ ગોલ્ડ મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરી હતી. ઇસ્કોન કલબ ખાતે સન્માન કરવામાં આવી હતી. જેમાં ભાવનગર મેયર, યુનિવર્સિટીના કુલપતિ, તેમજ જી.એચ.સી.એલ. કંપનીનાં મેનેજર તેમજ બ્રાહ્મણ સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ.

(12:08 pm IST)