Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ધ્રોલના ૭૭ વર્ષના મગનભાઇ સંતોકીએ એથ્લીકની વિવિધ સ્પર્ધામાં મેદાન માર્યું :૩ મેડલ મેળવ્યા

રાજકોટ : શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ-સિદસરના આંગણે ૩૮મી ગુજરાત રાજય, માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશીપ માટેની હરિફાઇ યોજાઇ હતી. સ્પર્ધામાં વધુ ભાઇ-બહેનો ખેલાડીઓએ, દોડ, કુદ અને ફેંકમાં ભાગ લીધેલ. જેમાં મગનભાઇ દામજીભાઇ સંતોકી  ધ્રોલ વાળાએ ૭પ થી ૮૦ વર્ષની વય જુથમાં ત્રણ રમતમાં ભાગ લીધેલ તેમાં (૧) ૪૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. (ર) ગોળા ફેંકમાં બીજો નંબર મેળવી સીલ્વર મેડલ મેળવેલ છે અને પ કી.મી. (પ૦૦૦ મીટર) ઝડપી ચાલ (ઝલક ચાલ)માં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. મગનભાઇની ઉપર ૭૭ વર્ષની છે અને ભવિષ્યમાં આવી રમત ગમતની હરિફાઇમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે. (૮.૧૪)

(12:08 pm IST)