Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વાંકાનેરના અમરસરમાં તકદીર બ્લોચ અને પરવેઝ પર ફઇના દિકરાનો હુમલો

સાળા સાથે માથાકુટ થતી હોઇ તકદીર વચ્ચે પડતાં ધોકાવાળી થઇ

રાજકોટ તા. ૧: વાંકાનેરના અમરસર ગામમાં રહેતાં તકદીર હુશેનભાઇ બ્લોચ  (ઉ.૨૫) પર તેના જ ફઇના દિકરા સમીર બ્લોચ સહિત પાંચ છ જણાએ ધોકાથી હુમલો કરતાં તકદીરને બચાવવા મામાનો કિદરો પરવેઝ અનવરભાઇ નાનાણી (ઉ.૧૯) વચ્ચે આવતાં તેના પર પણ ધોકાવાળી થતાં બંનેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. તકદીર અને પરવેઝ કલર કામ કરે છે. ગત સાંજે બંને કામેથી ઘરે આવી દૂધ લેવા જતાં હતાં ત્યારે તકદીરના સાળા સાથે સમીરે માથાકુટ કરતાં તકદીર સમજાવવા વચ્ચે પડતાં આ ડખ્ખો થયાનું બહાર આવ્યું છે. વાંકાનેર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(12:04 pm IST)