Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વડિયાથી બાટવાદેવલી રોડ ઉપર સ્પીડ બ્રેકર કરવા માગણીઃ વધતા અકસ્માતો

વિડિયા, તા.૧: વડિયા થી બાટવાદેવલી ડામર રોડના શરૂ કામમાં સ્પીડ બ્રેકરની મુકવાની લોકમાગ ઉઠી છે કે વડિયા બાટવા દેવલી જતા નેશનલ હાઇવે પર ચોકડી પડે છે રેસિડેન્ટ વિસ્તાર માંથી પસાર થતા નેશનલ હાઇવે અને બરવાળા બાવળ જતા રોડ પર પડતી ચોકડી મા અકસ્માતો થઈ રહયા છે તો અકસ્માતો ન થાય તે માટે થી બે સ્પીડ બ્રેકર મુકવા ગ્રામ્ય લોકોની માગ ઉઠી ...

વડિયા થી રાજકોટ જતા નેશનલ હાઇવે જે ગ્રામવિસ્તાર માંથી પસાર થાય છે અને ત્યાં એક બરવાળા બાવળ જવા માટેનો રસ્તો પસાર થાય છે અને રેસિડેન્ટ વિસ્તારમાં બંને રસ્તાની ચોકડી પડે છે જયાં નેશનલ હાઇવે પર વાહનો પુરપાટ ઝડપે પસાર થાય છે જે પુરપાટ ઝડપે વાહનો પસાર ન થાય અને અકસ્માતના ભોગ ન બને તેવા હેતુ થી લોકોની માગ ઉઠી છે કે અહીં રોડ પર પડતી ચોકડીમાં બે સ્પીડ બ્રેકર મુકાઈ જાય તો અકસ્માતો ન સર્જાય અને વાહનો પુરપાટ ઝડપ ને બદલે શાંતિ થી વાહન પસાર થાય તેવા હેતુ થી નેશનલ હાઇવે પર ડામર રોડના શરૂ કામમાં બે સ્પીડ બ્રેકર મુકવાની લોકમાગ ઉઠી છે.(૨૨.૪)

(12:03 pm IST)