Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ધોરાજી શાળાના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ધોરાજી શિક્ષણનગરીની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કાઠું કાઢયું છે. ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના ખેલાડીઓ પંજાબ ખાતે કુસ્તીમાં પ્રથમ આવતા આ વિદ્યાર્થીઓ તાજેતરમાં નેપાળમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને ધોરાજીની રોયલ સ્કૂલ અને ધોરાજીનું નામ રોશન કરેલ છે.

તાજેતરમાં નેપાળ ખાતે સેકન્ડ યુથ ગેકસ એન્ડ સ્પોટ એસોસિએશન ઇન્ડિયા આયોજીત કુસ્તી સ્પર્ધામાં ભારત, નેપાળ અને ભુતાન દેશના ખેલાડીઓની સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં ભારત વતી ધોરાજીની રોયલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કુસ્તી સ્પર્ધામાં સબ જુનિયર કેટેગરીમાં ખેલાડી ૪૬ કે.જી. વેઇટ કેટેગરીમાં પેથાણી અચન ને ગોલ્ડ મેડલ મેળવેલ અને ૮૬ કે.જી. વેઇટ કેટેગરીમાં ભેડા હાર્દિકને બન્નેએ નેપાળમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ મેળવી ભારત અને ધોરાજીનું નામ રોશન કરેલ.

માદરે વતન ધોરાજી આવતા રોયલ સાયન્સ સ્કૂલ ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે રોયલ સ્કૂલના સંચાલક રાજુભાઇ પેથાણી, આહીર અગ્રણી લક્ષમણભાઇ વસરા, પ્રવીણભાઇ લાખાણી, રજનીભાઇ રૂપાપરા, યુવા અગ્રણી હિરેનભાઇ વસરા, સીતલબેન પેથાણી, ગોવિંદભાઇ તથા રોયલ પરિવારે ભવ્ય સ્વાગત કરેલ અને શુભેચ્છાઓ આપેલ. આ તકે સ્પોર્ટ પ્રોફેસર રઇસખાન પઠાણે જણાવેલ ક આગામી સમયમાં રોયલ સ્કૂલના વિદ્યાર્થીઓ ફરી કુસ્તી સ્પર્ધામાં વિદેશની ધરતી પર કુસ્તીમાં ભાગ લેવા જઇ રહેલ છે.(૧.૩)

(9:53 am IST)