Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જૂનાગઢનાં શિક્ષક સહિત ૪ શિક્ષકો અમદાવાદમાં દારૂ પીતા ઝડપાયા

અમદાવાદ, તા. ૧ :. લીંચ ગામે બીલેશ્વર મહાદેવ મંદિર તરફથી સેફ્રોની કોલેજ મહાકાળી મંદિર જવાના રોડ ઉપર કારમાં બેઠેલા કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણી રહ્યા છે જેથી ઘટના સ્થળે સફેદ કલરની કારમાં ચાર શખ્સો દારૂની મહેફિલ માણતા નજરે પડયા હતા. પોલીસે જેવો કારનો દરવાજો ખોલ્યો કે અંદર ચારમાંથી ત્રણ બિયર ખાલી મળી આવી હતી અને એક બીયર સીલપેક હતુ. કાર નં. જીજે ૦૧ આરવી ૩૮૨૯માંથી મુદામાલ કબ્જે કરી ચારેયની પૂછપરછ કરતા જીભ થોથડાવા લાગી હતી.

પોલીસે ચારેયની તપાસ કરતા તમામ દારૂ પીધેલા જણાયા હતા. તમામ પાસે દારૂ પીવાની પરમીટ ન હતી. પોલીસે કારમાંથી બીયર, ચવાણુ, પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ કાર મળી કુલ ૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં ચારેય તપન ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો હોવાનું જણવા મળ્યુ છે.

પોલીસે આચાર્ય (૧) અમીત આચાર્ય અમીત અરવિંદભાઈ (રહે. એ-૪૦૪, કળશ-૩, ઘુમા બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ) (શિક્ષક તપન સ્કૂલ કેમેસ્ટ્રી વિભાગ) (૨) રાજેશકુમાર તારકભાઈ જોશી રહે. એ-૧૩૩, સીઆઈએસ કોલોની, જૂનાગઢ (ફિઝીકસ ટીચર, તપન) (૩) રાહુલ પ્રેમચંદ દુબ ક્રિષ્નાધામ સોસાયટી, ઈસનપુર, અમદાવાદ (ફીઝીકસ ટીચર, તપન) (૪) સોનુ દિલીપકુમાર ચાવલાની (હોમ્સ-૪, ૯૪-ઉચરપી રોડ મહેસાણા. (કેમેસ્ટ્રી શિક્ષક) તપન સ્કૂલની ધરપકડ કરી છે.

(4:46 pm IST)