Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કચ્છમાં અમિતભાઇ શાહ, રાહુલ ગાંધી, શિવરાજસિંહ ચૌહાણ જાહેરસભા સંબોધશે

ભુજ તા. ૧ :.. વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચાર ઝૂંબેશ વેગવંતુ થયુ છે. અને કચ્છમાં પણ જાહેરસભા ભાજપ-કોંગ્રેસના નેતાએ ગજવી રહ્યા છે.

ત્યારે કાલે તા. ર ને શનીવારે મુંદ્રા ખાતે શિવરાજસિંહ ચૌહાણ જાહેરસભા સંબોધશે.

જયારે તા. ૩ ને રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ જાહેરસભા સંબોધશે.

આ ઉપરાંત તા. પ કે ૬ ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કચ્છમાં પ્રથમ વખત પ્રવાસે આવી રહ્યા છે.

જેના માટે રાજીવ સાતવ, જુમાભાઇ રાયમા, નરેશ મહેશ્વરી, રવિન્દ્ર ત્રવાડી સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

(4:39 pm IST)