Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પડતર કૂવાનું પાણી પીતાં ઝેરી અસરથી આદિવાસી મહિલાનું મોત

કુંકાવાવના મેઘાપીપળીયામાં ૨૬મીએ સાતની તબિયત બગડી હતી

રાજકોટ તા. ૧: કુંકાવાવના મેઘાપીપળીયા ગામે ભીખુભાઇ દરબારની વાડીમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના આદિવાસી પરિવારના સાત મજૂરો-બાળકોએ ૨૬મીએ પડતર કૂવામાંથી પાણી પીતાં ઝેરી અસર થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જે પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

માયા રાયસીંગ (ઉ.૨૨), સુરમી લાભુ (ઉ.૨૫), લલીતા પ્રેમસીંગ (ઉ.૨૨), રાયસીંગ તુરસી (ઉ.૨૧), તુરસી નારસીંગ (ઉ.૪૫), મુકેશ ધારમડીયાભાઇ (ઉ.૧૪) અને ઝુમકી રાયસીંગ (ઉ.૫) મેઘાપીપળીયામાં ભીખુભાઇ દરબારની વાડીમાં રહી મજૂરી કરતાં હતાં. આ તમામ ૨૬મીએ બાજુની વાડીમાં કપાસ વીણવા ગયા ત્યારે ત્યાંંના પડતર કુવામાંથી પાણી પીધા બાદ ઉલ્ટીઓ થવા માંડી હતી. અમરેલી સારવાર અપાવી સાતેયને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી લલીતા પ્રેમસીંગ રામલાલ બારેલા (ઉ.૨૨)નું સારવાર દરમિયાન મોત નિપજતાં મજૂર પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી અમરેલી પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)