Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પારડી પાસે છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં પાંચને ઇજા

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ પર પારડી નજીક પુલ પાસે છકડો રિક્ષા પલ્ટી ખાઇ જતાં પાંચને ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તોમાં શાપર વેરાવળના સ્વીટી શાહબુદ્દીન (ઉ.૨૨), માયાબેન મુકેશ અમરનાથી (ઉ.૩૯), મયુદ્દીનાબેન માકણીયા (ઉ.૬૦), શાંતાબેન હરદાસભાઇ દાફડા (ઉ.૬૫), જંગલેશ્વરના કાદરમિંયા હુશેનમિંયા બુખારી (ઉ.૪૫)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

(12:05 pm IST)