Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નલીયા ૧૧.૮,અમરેલી ૧ર.૬, જામનગર ૧૩ ડીગ્રી

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીનાં અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર થઇ રહી છે. અને શિયાળા જેવુ વાતાવરણ  અનુભવાય છે.

આજે સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયા ૧૧.૮ ડીગ્રી, અમરેલી ૧ર.૬, જામનગર ૧૩ ડીગ્રી, રાજકોટ ૧પ.૪ ડીગ્રી, તાપમાન નોંધાયું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૯ મહત્તમ, ૧૩ લઘુતમ, ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.પ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

જુનાગઢ પંથકમાં ગુલાબી ઠંડી

જૂનાગઢ : જુનાગઢ પંથકમાં આજે ગુલાબી ઠંડી રહી હતી.

સવારે જૂનાગઢ ખાતુનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિ.મી.ની રહી હતી. (પ-૧૧)

કયાં કેટલી ઠંડી

શહેર            લઘુતમ તાપમાન

નલીયા         ૧૧.૮ ડીગ્રી

અમરેલી                 ૧ર.૬  ડીગ્રી

વલસાડ                 ૧ર.૬  ડીગ્રી

જામનગર               ૧૩.૦  ડીગ્રી

ડીસા            ૧૩.૯ ડીગ્રી

જુનાગઢ                ૧૪.૬ ડીગ્રી

મહુવા          ૧૪.૯ ડીગ્રી

વડોદરા                 ૧પ.૦ ડીગ્રી

ભુજ            ૧પ.૩ ડીગ્રી

રાજકોટ                 ૧પ.૪ ડીગ્રી

 

(12:03 pm IST)