Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

હત્યાના ગુન્હામાં વચગાળાના જામીન પર છુટયા બાદ વોન્ટેડ ચતુર કોળી પકડાયો

વિંછીયા પાસેથી એલસીબીના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા ટીમે ઝડપી લઇ જેલમાં ધકેલી દીધોઃ ગોંડલમાં છરી સાથે નીકળેલ મંગલ સોલંકી અને હદપારી ભંગમાં એક મહિલાને એલસીબીએ ઝડપી લીધી

રાજકોટ તા. ૧ : ચોટીલા પોલીસ મથકના હત્યાના ગુન્હામાં વચગાળાના જામીન પર છુટયા બાદ વોન્ટેડ કોળી શખ્સને વિંછીયા પાસેથી એલસીબીએ ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક અંતરિપ સૂદ દ્વારા વિધાનસભાની ચુંટણી અન્વયે નાસતા ફરતા આરોપી તથા પેરોલ જંપ આરોપી પકડી પાડવા સુચના આપતા, એલ.સી.બી. પોલીસ ઇન્સ.  એમ એન.રાણા, હે.કો.કરશનભાઈ, બ્રિજરાજસિંહ તથા પો. કોન્સ. બાલ કૃષ્ણ ત્રિવેદી વિછીંયા વિસ્તારમાં હતા ત્યારે કરશનભાઈ ને હકીકત મળતા ચોટીલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૭/૧૭ઙ્ગ આઇપીસી ક.૩૦૨,૩૦૭ના કામના આરોપીએ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવીઙ્ગ ફરાર આરોપીઙ્ગ ચતુર કાળુભાઇ કોળી રહે. અજમેર તા. વિછીયા વાળાને પકડી સૂરેન્દ્રનગર સબ જેલ ખાતે મોકલી આપવા વિછીંયા પો.સ્ટે. સોપી આપેલ છે.

સદરહુ આરોપી છેલ્લા દોઢેકઙ્ગ માસથી મર્ડરના ગૂન્હામાં દસ દિવસના જામીન મેળવી ફરાર હતો.

તેમજ એલ.સી.બી. પી.આઇ. શ્રી એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એ.ખોખર, એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર, હે.કો. મહમદરફીક ચૌહાણ, તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી ગોંડલ વિસ્તારમાં એલ.સી.બી.ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન આરોપી મંગલ મનસુખભાઇ સોલંકી, ઉ.વ.-૧૯, રહે.ગોંડલ પંચપીરની ધાર મફતીયાપરા વાળો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેમને ચેક કરતા તેની પાસે થી એક છરી મળી આવતા જાહેરનામાનો ભંગ કરતા તેના વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી સોંપી આપ્યો હતો.

તથા આરોપી રેખાબેન રાજુભાઇ સદાદીયા જાતે-કોળી ઉ.વ.૩૫ રહે. ગોંડલ ભગવતપરા વાળીએ એસ.ડી.એમ.સા ગોંડલ ના હદપારી હુકમ નંબર ૩૦-૧૭ તા.૮/૧૧/૨૦૧૭નો ભંગ કરતા તેના વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબનો ગુન્હો દાખલ કરી સોંપી આપવા ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

(11:57 am IST)