Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મોરબી પાસે દેશી બનાવટની બે બંદુક સાથે જમાલ રાઠોડને એસ. ઓ. જી. એ ઝડપી લીધો

પાંચ જિલ્લામાંથી હદપાર ત્રાજપરના રમેશ કોળીને પણ એસઓજીએ દબોચી લીધો

 મોરબી તા. ૧ : મોરબી નજીક એસ.ઓ.જી.ની ટીમે બે દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પી.આઈ. એસ.એન. સાટી તથા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા ઙ્ગવિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. કિશોરભાઇ મકવાણાને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી જમાલભાઇ સીદીકભાઇ રાઠોડ જાતે-સંધી ઉવ.૩૫ ધંધો-ખેતી રહે. ઉટબેટ (શામપર) તા.જી.મોરબીવાળો ગે.કા.પાસ પરમીટ કે લાયસન્સ વગરઙ્ગબે દેશી બનાવટની બંદુક કી.રૂ.૭૦૦૦સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.ઙ્ગ

આ કામગીરી શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ,મયુરધ્વજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, જયસુખભાઇ વસીયાણી, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા અને વિજયભાઇ ખીમાણીયાએ કરેલ છે.

તેમજ એસ.ઓ.જી.ની ટીમે હદપારી કેસમાં ના હુકમથી મોરબી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર કરેલ ઇસમ રમેશભાઇ બાબુભાઇ સાતોલા જાતે કોળી ઉવ.૩પ રહે.ત્રાજપર ખારી, રામજીમંદીર પાસે,મોરબીવાળાને મોરબી રવિરાજ ચોકડી પાસેથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરતા ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કાર્યવાહીમાં કામગીરી એસ.ઓ.જી.સ્ટાફ અનિલભાઇ ભટ્ટ, પ્રવિણસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા અને ભરતસિંહ ડાભીએ કરેલ છે.

 

(11:50 am IST)