Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જામનગરમાં પટેલ યુવા ગ્રુપ દ્વારા મહિલા સશકિતકરણ માટે સેમિનાર

 જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલ નારણ નગર ખોડિયાર માતાજીના મંદિરે મહિલા સશકિતકરણ માટે પટેલ યુવા ગ્રુપ દ્વારા સેમિનાર યોજાયો.આ સેમિનારમાં પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના ભાવિષા રાદડિયાએ ટીમ સાથે માહિતીઓ આપી મહિલાઓના કાયદા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. પટેલ યુવા ગ્રુપના કિંજલ કારસરીયા, દિપક ઠુમમર પણ જોડાયા હતા, અને આ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવનાર સામાજીક અને સેવાકિય પ્રવૃતિઓ જેમકે સમાજના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન, બ્લડ ડોનેશન, મેડિકલ સેવાઓ સહિતના આયામો અંગે પણ બહેનોને માહિતગાર કર્યા હતા.

(11:50 am IST)