Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જામકંડોરણાના કાનાવડાળી ગામના ખુન કેસમાં ૩ આરોપીને આજીવન કેદ

ધોરાજીના એડીશ્નલ સેશન્સ જજ કલોતરાનો શકવર્તી ચુકાદો

ધોરાજી તા. ૧ :.. ધોરાજી સેશન્સ જજ શ્રી વી. જે. કલોતરાએ ગઇકાલે જામકંડોરણાના કાનાવડાળા ગામના રહીશ ભીખાભાઇ હીરાભાઇના ખુનના કેઇસમાં નિલેશ લાખા, રાજુ લાખા અને રામજી ડાયાને આજીવન કેદની સજા ફરમાવેલ છે.

આ બનાવ અંગે પોલીસ તપાસ બાદ  ધોરાજી કોર્ટમાં નીલેશ લાખા વિગેરે સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ બનાવ એવો હતો કે મરણ જનાર ભીખાભાઇ હીરાજભાઇને તે જ ગામના આરોપીઓના માતા સાથે અનૈતિક સંબંધ હતો અને તે બાબતનો ખાર રાખી આરોપીઓએ હીરાભાઇના ઘરમાં ઘુસી જઇ ઇજાઓ પહોંચાડેલી હતી. અને ભીખાભાઇનું સારવાર દરમ્યાન અવસાન થયેલું હતું.

આરોપી પક્ષ તરફથી બચાવ લેવામાં આવેલ હતો કે મરણ જનાર સામે તેમની માતાએ બળાત્કારની ફરીયાદ કરવામાં આવેલી છે. અને તમામ હકિકત પર સરકારી વકીલ શ્રી કાર્તિકેય મ. પારેખની દલીલો કરેલી હતી કે બળાત્કારની ફરીયાદ માર માર્યાના બનાવ પછીની છે. અને તે આરોપીએ બચાવ લેવા ઉભો કર્યો હોય તેમ જણાય છે. આ તમામ દલીલો તથા પુરાવાને ધ્યાને લઇ નામદાર સેશન્સ જજે આઇ. પી. સી. કલમ ૩૦ર, ૪પર વિગેરે મુજબ આજીવન કેદની સજા ફટકારેલ હતી.

ધોરાજી સત્ર અદાલતમાં શ્રી વી. જે. કલોતરાએ પુરાવો નોંધી અને વિશેષ છણાવટ કરેલી કે બળાત્કારના આરોપી હોવાથી તેમને મારી નાખવામાં આવે કે કાયદો હાથમાં લઇ લે તે ન્યાયીક ના ગણી શકાય. તેમ ઠરાવી આરોપીને તકસીરવાન ઠરાવી ઉપરોકત સજાનો હુકમ કર્યો હતો.

(11:48 am IST)