Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ધોરાજી આંગડીયા લુંટ કેસના આરોપીને તકસીરવાન ઠરાવતી અદાલત

ધોરાજી તા.૧: અત્રે તા.૧૨-૧-૨૦૧૫ના રાત્રીના ડુમીયાણી ટોલ નાકા પાસે કે. રતનલાલ તથા ઇશ્વરબેચર આંગડીયા પેઢીના આશરે ૭૫ લાખની લુંટના કેઇસમાં આરોપી લડુસીંગ ઉર્ફે શશાંકસીંગને તકસીરવાન ઠરાવી અને સજા ફરમાવેલ હતી.

ધોરાજી તાલુકાના ડુમીયાણી ગામ પાસે આંગડીયા કંપનીના સામાન લાવતા હતા. જેમ સોનાના દાગીના ભારતીય અને વિદેશી ચલણી નોટો હતી. તે ફાયરીંગ કરી અને લુંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયેલા હતા. ત્યારબાદ તપાસ કરનાર અધિકારીઓ આશરે ૭૦ લાખનો મુદામાલ અને આરોપીઓની ધરપકડ કરેલ હતી. જે આરોપીઓ વિરૂધ્ધ કેઇસ ચાલી જતા અદાલતે અન્ય આરોપી વિરૂધ્ધ કેઇસ પુરવાર થતો હોવાનું ન માનેલ પરંતુ શશાંકસીગ ઉર્ફે લડુસીંગને તકસીરવાન ઠરાવેલ હતા. સદર આરોપીને અદાલત રૂબરૂ ઓળખી બતાવવામાં આવેલ હતા.

મહત્વના સાહેદ ગનમેન કરણસિંહ પુરતી તપાસ કરવા છતાં મળી આવેલ નહી. જે સરકારનો કોઇસ થોડો નબળો અને અન્ય આરોપી સજામાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો.

(11:46 am IST)