Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આંખ અને બાળ રોગ સહિત નિષ્ણાંત ડોકટરોની ખાલી જગ્યા વહેલીતકે ભરવા માગણી

ધોરાજી તા.૧: સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી હોવાથી લોકો દ્વારા સરકારી હોસ્પિટલમા નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવા લોક માંગણી ઉઠી છે.

સરકારી હોસ્પિટલનુ અદ્યતન બિલ્ડીંગ દાનવીર દાતાઓએ લાખો રૂપિયાનુ દાન આપીને બનાવી આપેલ છતા તંત્ર વાહકો દ્વારા સરકારી હોસ્પિટલમા નિષ્ણાંત તબીબો જરૂરી સુવિધાનો ન હોવાથી લોકોને સારવાર મેળવવા માટે જૂનાગઢ, જામનગર, રાજકોટની હોસ્પિટલમા  જવુ પડે છે. હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો એમ એસ.એમડી., આંખના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત સહિતના નિષ્ણાંત તબીબોની ઘણી જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

નગરજનોએ અવારનવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સરકારી હોસ્પિટલમા નિષ્ણાંત તબીબોની નિમણુંક જરૂરી સુવિધાઓ વધારવા માંગણી ઓ કરવા છતા તંત્ર વાહકો દ્વારા સરકારી હોસ્પિટમાં નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવામા નહી આવતા લોકોમા રોષ વ્યાપી ગયો છે.

નગરજનોને એ જણાવાયુ હતુ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો જરૂરી સુવિધાઓ ન હોવાથી લોકોને સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે બહારની હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવુ પડે છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો જરૂરી સુવિધાઓ વધારવા માટે નક્કર કાર્યવાહી હાથ ધરાઇ તેવી લોક માંગ કરાઇ છે.

સરકારી હોસ્પિટલના ઇ.ચા.અઘીક્ષક ડો.એસ.એલ.ઘેટીયા કહે છે કે સરકારી હોસ્પિટલમા નિષ્ણાંત તબીબો સ્ટાફ સહિતની સુવિધાઓ તથા નિષ્ણાંત તબીબો સ્ટાફ સહિતની જગ્યાઓ ભરવા માટે ઉચ્ચ કક્ષાએ માંગણી કરી છે.

(11:45 am IST)