Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ગોંડલના ખાંડાધારની ચાર પટેલ દીકરીઓ એ પિતાની અર્થીને કાંધ આપી અગ્નિદાહ આપ્યો : દીકરાની ફરજ નિભાવી

મોટી પુત્રી સુરત સાડીના કારખાનામાં કામ કરી ઘર ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી, હવે ઘરનો મોભી બની સંપૂર્ણ જવાબદારી સંભાળશે

ગોંડલ તા.૧ : ગોંડલ તાલુકન ખાંડાધાર ગામે રહેતો અને છેલ્લા ઘણા વર્ષોથી સુરત ને કર્મ ભૂમિ બનાવનાર પટેલ પરિવાર માં ચાર દીકરીઓના પિતાનું કેન્સરની બીમારી સબબ નિધન થતા આજે દીકરીઓ એ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિ સંસ્કાર આપતા સ્મશાન યાત્રામાં હાજર દધુઓના પણ આંખ માંથી આંશુ વહેવા લાગ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કુદરત જયારે પરીક્ષા કરતો હોય ત્યારે કાળા માથાના માનવી ની સમજની બહાર ની વસ્તુ બની જતી હોય છે તાલુકાના ખાંડાધાર ગામે રહેતા બનાવનાર પ્રવીણભાઈ લાધાભાઇ આસોદરિયા ઉ.વ.૪૫નું કેન્સર ની બીમારી સબબ આજે નિધન થતા સંતાનોમાં રહેલ દીકરી હીના ઉ.વ.૨૫, દીબીશા ઉ.વ.૨૦, મયુરી ઉ.વ.૧૬ અને શ્રદ્ઘા ઉ.વ. ૧૪ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિ સંસ્કાર કર્યા હતા.

પ્રવીણભાઈનાં કૌટુંબિક ભાઈ જયનેશભાઈ આસોદરિયાએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ એ સુરતને કર્મભૂમિ બનાવી હતી અને ત્યાં રહી હીરા ઘસવાનું કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારી એ તેઓને ઘેરી લેતા આ કીલકીલાટ કરતા પરિવારને નજર લાગી જવા પામી હતી મોટી દીકરી હીના અને ડીબીશા એ ઘરની જવાબદારી શિરે લઇ સાડી ના કારખાના માં કામ શરુ કર્યું હતું અને ઘરની જવાબદારી સાંભળી લીધી હતી અને પિતાને જરા પણ દીકરાની કમી થવા દીધી ના હતી આ જે પિતાના નિધન બાદ પણ સંપૂર્ણ વિધિ દીકરીઓ દ્વારા પૂરી કરવામાં આવી હતી જે સમાજને નવી રાહ ચીંધવા સમાન હતી.

(11:43 am IST)