Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પોરબંદરઃ ચૂંટણી સમયે દારૂબંધીની ચુસ્ત અમલવારી કરવા માંગણી

પોરબંદર તા.૧ : ચૂંટણી ટાણે શહેરોમાં મોટેપાયે ઘુસાડવામાં આવતા દારૂ જથ્થાને પકડવા કડક પગલા લેવા તેમજ દારૂબંધીની ચુસ્ત અમલવારી કરવા માંગણી ઉઠી છે.

શહેર જિલ્લાની હદ ઉપર ચેક પોસ્ટ, નાકાબંધી અને ચેકીંગ કામગીરી છતાં શહેરમાં દારૂ જથ્થો કેવી રીતે આવી જાય છે...? તે પ્રશ્ન ચર્ચિત બન્યો છે. દારૂ જથ્થામાં મોટા મગરમચ્છો છટકી જાય છે. શહેર નજીકના ડુંગરાળ વિસ્તારમાં મોટેપાયે દારૂ જથ્થો ઉતારીને શહેરમાં સમયાંતરે ઘુસાડવામાં આવતાની ચર્ચા થઇ રહી છે ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માંગણી ઉઠી છે.

(11:39 am IST)