Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

૮પ લાખ ૩૪ હજાર પપ૦નો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. ૧ :.. પડધરીના ગીતાનગરમાં રહેતા બીપીન રણજીતભાઇ ડોડીયાએ જામનગરનાં મોટી બાણુગાર ગામે રહેતા પિયુષ વલ્લભભાઇ ભેસદડીયા વિરૂધ્ધ ૮પ,૩૪,પપ૦ નો ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી જે. કે. એમ. એમ. ઓટોકોન પ્રા. લી.ના એમ. ડી. છે. અને સદરહું કંપનીમાં સભ્યો પાસેથી રૂ. ૧૦૦૦ લેખે ૪૦ હપ્તાઓ લઇ દર મહિને મોટર સાયકલનો ડ્રો કરે છે. અને હપ્તાઓ પુરા થયા બાદ સભ્યના રૂ. ૪૦ હજાર અને રૂ. ૧૦ હજાર મળી કુલ પ૦ હજાર સભ્યોને આપવાના હોય છે.

આ કંપનીમાં ૪૦૦ થી પ૦૦ સભ્યો બનાવી ડ્રો કરી સભ્યોને મોટર સાયકલ આપવામાં  આવતા હોય  છે. આ રીતે આરોપીએ કુલ રૂપિયા ૮પ,૩૪,પપ૦ નો હિસાબ નીકળતા આરોપીએ ફરીયાદીને ચેક લખી આપેલ હતો.

આ ચેક રિટર્ન થતા ફરીયાદીએ વકીલ મારફત નોટીસ આપીહતી. તેમ છતાં રકમ  નહિ ચુકવતાં ફરીયાદીએ કોર્ટમાં નેગોસીએબલ એકટ અન્યોની ફરીયાદ કરી હતી. આ કામમાં એડવોકેટ એસ. કે. છાયા રોકાયા હતાં.

(11:39 am IST)