Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

કુંવરજીભાઈએ રૂ. ૨.૧૦ લાખ અને ડો.બોઘરાએ રૂ. ૩.૭૦ લાખનો ખર્ચ રજૂ કર્યો

 જસદણ, તા. ૧ :. જસદણ બેઠકના બન્ને પક્ષના મુખ્ય ઉમેદવારો સહિત તમામ ઉમેદવારોએ ગઈકાલે જસદણ બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ તેમના હિસાબો રજુ કર્યા હતા. જેમાં કોંગ્રેસ કરતા ભાજપના ઉમેદવારે વધારે ખર્ચ કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ ખાતે ૯૦૦ વ્યકિતનો જમણવાર કરી ૯૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે વિંછીયા ખાતે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ચાપડી-શાકના જમણવાર માટે ૮૦૦ વ્યકિતના ૪૦ રૂપિયા લેખે ૩૨૦૦૦ તેમજ અન્ય પ્રચાર સાહિત્ય વગેરેના ખર્ચ મળી કુલ રૂ. ૨,૧૦,૦૦૦નો ખર્ચ કર્યાનો હિસાબ રજુ કર્યો છે. જ્યારે ભાજપના ઉમેદવાર ડો. ભરતભાઈ બોઘરાએ જસદણ ખાતે ફોર્મ ભરવાના દિવસે ૧૫૦૦ વ્યકિતનો જમણવાર કરવા માટે રૂપિયા દોઢ લાખ તેમજ નરેન્દ્ર મોદીની જસદણ ખાતે સભા માટે દશ હજાર ખુરશીના ભાડાના સીતેર હજાર, સ્ટેજનો ખર્ચ, પ્રચાર માટેની ચાર ગાડી, પ્રચાર સાહિત્ય વગેરે મળી કુલ રૂ. ૩,૭૦,૦૦૦નો ખર્ચ રજુ કર્યો છે. જસદણ ખાતેની વડાપ્રધાન શ્રી મોદીની સભા ચાર વિધાનસભા બેઠકના ઉમેદવારો વચ્ચે હોય ભાજપના જસદણના ઉમેદવાર ડો. ભરતભાઈ બોઘરાના ખર્ચમાં અઢી હજાર ખુરશીનું ભાડુ દર્શાવવામાં આવ્યંુ છે. આ તો રજુ કરેલો ખર્ચનો હિસાબ છે. બાકી ખરેખર કેટલો ખર્ચ થાય છે તે તો લોકોને ખબર છે.(૨-૪)

 

(10:02 am IST)