Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

જામનગરમાં જનતા ફાટક પાસે દુકાનમાં ક્રિકેટ મેચનો સટ્ટો કરનાર ભરત જાગીયાણીને ઝડપી લેતી એલસીબી

સોદા કરતા ગ્રાહકો અને કપાત લેનાર બુકીઓ સહીત સાત આરોપી ફરાર જાહેર

જામનગર : જામનગર એલસીબીને મળેલ બાતમીના આધારે જનતા ફાટક પાસે કચ્છી દાબેલીની બાજુમાં દુકાન ધરાવતા ભરત જાગીયાનીની વેલકમ પણ એન્ડ કોલ્ડ્રિંગ્સની દુકાનમાં ક્રિકેટ મેચના ડબ્બા પર રેડ કરીને રોકડ 10,150,તથા મોબાઈલ ફોન એલસીડી ટીવી સેટઅપ બોક્સ,ક્રિકેટ ડબ્બાનું સાહિત્ય સહીત કુલ 21,150 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લીધો છે જયારે સોદા કરતા ગ્રાહકો અને કપાત લેનાર બુકીઓ સહીત સાત આરોપી ફરાર જાહેર કર્યા છે 

(12:43 am IST)