Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભાવનગરના કુડાના દરિયામાં ડુબી જવાથી અમદાવાદની સગીરાનું મોત : યુવક લાપતા થતા શોધખોળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧ : ભાવનગરના ઘોઘા પાસેના કુડાના દરિયામાં ન્હાવા પડેલી અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલ મંગલવીર સોસાયટીમાં રહેતી આયુષીબેન અલ્પેશભાઇ પટેલ ઉ.વ.૧૬નું દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મોત નિપજયું છે. સ્થાનિક તરવૈયાએ ભારે શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢયો હતો. જયારે અમદાવાદના નારોલ રોડ પર આવેલ મેમણ કોલોનીમાં રહેતો અસ્લમ યુસુફભાઇ પાંચા ઉ.વ.ર૦ નામનો યુવાન કુડાના દરિયામાં ન્હાવા પડયો હતો ત્યારે દરિયામાં લાપતા બન્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ કરી હતી, પરંતુ તેનો હજુ થતો લાગ્યો ન હતો. યુવાનની શોધખોળ શરૂ હોવાનું અલંગ મરીન પોલીસે જણાવ્યું હતું.

(3:44 pm IST)