Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મોરબીના જુના ઘુંટુ રોડ પર નદીમાં પરપ્રાંતીય યુવાન ડુબ્યો : શોધખોળ

મોરબી, તા. ૧: મોરબીના જુના ઘૂંટું રોડ પરની ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક યુવાન નદીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના દ્યૂટું રોડ પર આવેલ નદીમાં એક પરપ્રાંતીય યુવાન ન્હાવા ગયા બાદ ડૂબ્યો હોવાની જાણ થતા મોરબી ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમ દોડી ગઈ હતી અને સાંજે ૦૪ ૅં ૩૦ કલાકથી યુવાનની શોધખોળ ચલાવી હતી જોકે સતત બે કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યા છતાં યુવાનની કોઈ ભાળ મળી ના હતી બીજી તરફ સાંજના અંધકાર છવાઈ જતા મોડી સાંજ સુધી ઓપરેશન ચલાવ્યા બાદ આખરે સર્ચ ઓપરેશન સ્થગિત કરવાની ફરજ પડી હતી અને મોડી સાંજ સુધી યુવાનનો કોઈ પત્ત્।ો લાગ્યો નથી.

(11:35 am IST)