Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભાવનગર પાસે કુડાના દરિયામાં ડૂબી જવાથી અમદાવાદની સગીરા આયુષી પટેલનું કરૂણમોત : યુવકની શોધખોળ

 

ભાવનગર પાસેના કુડાનાં દરીયામાં ડુબી જવાથી અમદાવાદની સગીરાનું મોત નિપજયું છે જયારે અમદાવાદનો યુવાન દરીયામાં ગરકાવ થઈ જતા શોધખોળ હાથ ધરાઈ છે .

  અંગે મળતી વિગતો મુજબ ભાવનગરનાં ઘોઘા પાસેના કુડાના દરીયામાં ન્હાવા પડેલી અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલ મંગલવીર સોસાયટીમાં રહેતી આયુષીબેન અલ્પેશભાઈ પટેલ (..૧૬) નું દરીયાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નિપજયુ છે. સ્થાનિક સરવૈયાએ ભારે શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢયો હતો.

  જયારે અમદાવાદનાં નારોલ રોડ પર આવેલ મેમણકોલોનીમાં રહેતો અસ્લમ યુસુફભાઈ પાંચા (..૨૦ ) નામનો યુવાન કુડાનાં દરીયામાં ન્હાવા પડયો હતો ત્યારે દરીયામાં લાપતા બન્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ કરી હતી પરંતુ તેનો હજુ પતો લાગ્યો નહતો. યુવાનની શોધખોળ શરૂ હોવાનું અલંગ મરીન પોલીસે જણાવ્યુ હતું.

(10:49 pm IST)