Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સોનાના ચેઇન-મોબાઇલની લુંટના ગુન્હાના આરોપીને મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર, તા.૧: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરી/લુંટ/ચીલઝડપ વિગેરે વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, શિશુવિહાર સર્કલ થી બોરડી ગેટ તરફનાં જવાનાં રસ્તે રેલ્વે પાટા પાસે આવતાં ર્ંંપો.કો. મિનાઝભાઇ ગોરી તથા શકિતસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, દિપક ચોક પાસે, આનંદનગર જવાનાં રસ્તાનાં નાકા પાસે કાળા તથા પીળા કલરની રજી.નંબર-GJ-04-W 8055 ની રીક્ષાનાં ચાલક સત્ત્।ારભાઇ પાસે શંકાસ્પદ મોબાઇલ છે.ંર્ં જે માહિતી આધારે હકિકતવાળી જગ્યાએ આવતાં સત્ત્।ારભાઇ મહંમદભાઇ બાવનકા ઉ.વ.૩૨ રહે.ભીલવાડા,ભાવનગરવાળો મળી આવેલ.તેની અંગજડતી કરતાં તેની પાસેથી સેમસંગ કંપનીનો સફેદ કલરનો મોબાઇલ ફોન મળી આવેલ. જે મોબાઇલ તથા રીક્ષા અંગે તેની પાસે આધાર-પુરાવા નહિ હોવાથી મોબાઇલ કિ.રૂ.૨,૦૦૦/- તથા રીક્ષા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૨,૦૦૦/-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ. તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

તેની પુછપરછ કરતાં ગઇ તા.૨૮/૧૦/૨૦૧૮નાં રોજ રાત્રીનાં નવેક વાગ્યાનાં સમયે શિશુવિહાર સર્કલથી અજય સિનેમા પાછળ એક મોટી ઉંમરનાં માજીને રીક્ષામાંથી ઉતારી ભાડું આપવા જતાં ફોન લુંટ કરી ભાગી ગયેલ હોવાનું જણાવેલ.જેથી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આ અંગે રજીયાબેન જાનમહંમદભાઇ ગાગનાણી ઉ.વ.૮૫ રહે.ખોડીયાર સોસાયટી,નવી માણેકવાડી, ભાવનગર વાળાએ ઘોઘા રોડ પો.સ્ટે.માં એવાં મતલબની ફરીયાદ દાખલ કરાવેલ કે,તેઓ તા.૨૮/૧૦/૧૮ નાં રોજ રાત્રીનાં શિશુવિહાર સ્કુલ પાસે સંગીત કાર્યક્રમમાંથી ઘરે જવા માટે રોડ ઉપર આવતાં રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડી તેઓનાં ઘર પાસે રીક્ષામાંથી ઉતારી ભાડું આપતાં હતાં.ત્યારે રીક્ષા ચાલકે પર્સ તથા તેમાં રહેલ મોબાઇલ તેમજ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ઝુંટવી લઇ ધક્કો મારી નીચે પાડી દઇ ભાગી ગયેલ હોવાની ફરિયાદ દાખલ કરાવેલ.

આમ,સોનાનાં ચેઇન, રોકડ તથા મોબાઇલની લુંટનાં ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ,અરવિંદભાઇ પરમાર, મિનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ,ઙ્ગ ભરતભાઇ ગઢવી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(૨૨.૭)

(11:50 am IST)