Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત :બેકાબુ ડમ્પરે બે કારને ટક્કર મારી ફંગોળી :બાઈક ચાલક પર વ્હીલ ફરી વળતા મોત

ડમ્પરનું ટાયર ચડાવી દેતા મહેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું:અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો

(પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે પુરઝડપે ડમ્પર ટ્રક ચલાવી બે કાર અને એક બાઈકને ઠોકર મારી હતી અને બાઈક ચાલક યુવાન પર ડમ્પરનું ટાયર ચડાવી ડેટા ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલક ૩૯ વર્ષના યુવાનનું મોત થયું હતું અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો

  મોરબીના ભડિયાદ રોડ પર નજરબાગ પાસે રહેતા રવિભાઈ દેવસીભાઈ પરમાર (ઉ.વ.29) ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આજે સવારે બનેવીએ ફોન કરી મોટા ભાઈ મહેશભાઈનું જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયાની માહિતી આપી હતી જેથી રવિભાઈ પરમાર તુરંત સ્થળ પર દોડી ગયા હતા જ્યાં મહેશભાઈનો મૃતદેહ ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના આગળના ડાબી બાજુના ટાયર પાસે પડ્યો હતો જ્યાં સ્થળ પર પૂછપરછ કરતા ડમ્પર ચાલકે ફરિયાદીના ભાઈના બાઈક જીજે ૧૩ બીસી ૬૦૦૧ ઉપરાંત એક ઈનોવા કાર જીજે ૦૧ એચઆર ૮૯૮૮ અને ટાટા અલ્ટોઝ કાર જીજે ૩૬ એએફ ૪૪૬૫ ને ટક્કર મારી હતી જેમાં કારમાં નુકશાન થવા પામ્યું હતું
    ઈનોવા કારના ચાલક વિવેકભાઈ જયંતીભાઈ ગઢિયાએ ફરિયાદીને માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે આશરે ૦૮ : ૪૦ વાગ્યે ઈનોવા કાર આગળ મહેશભાઈ બાઈક લઈને જતા હોય ત્યારે બાજુમાંથી પસાર થતા બીજા બાઈક સાથે તેનું બાઈક સહેજ અડી જતા બેલેન્સ ના રહેતા મહેશભાઈ બાઈક સહીત પડી ગયા હતા જેથી ઈનોવા કારના ચાલકે બ્રેક મારતા તેની પાછળ આવતી અલ્ટ્રોઝ કારના ચાલક રવિભાઈ નરભેરામભાઈ કૈલાએ પણ બ્રેક મારી હતી ત્યારે પાછળથી આવતા ડમ્પર ટ્રક જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના ચાલકે ટાટા અલ્ટ્રોઝ કાર અને ઈનોવા કારણે પાછળથી ઠોકર મારી હતી અને બંને કારણે ફંગોળી નાખી બાઈક સહીત નીચે પડેલા ફરિયાદીના ભાઈ મહેશભાઈ પર ડમ્પરનું ટાયર ચડાવી દેતા મહેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો
   આમ ડમ્પર ચાલકે ટાટા કાર અને ઈનોવા કારને ઠોકર મારી બંને કારને રોડ પર ફંગોળી દઈને બાઈક સહીત રોડે પર પડેલા ફરિયાદીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૩૯) ઉપર ટ્રક ડમ્પરનું ટાયર ફરી વળતા મોત થયું હતું અને અકસ્માત બાદ ટ્રક રેઢો મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

   
(11:36 pm IST)