Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગોંડલના મોવીયામાં પરિણીતાએ વડલાની ડાળીએ ફાંસો ખાઈને જીવ દીધો : કજીયા કંકાસને કારણે દાંપત્ય ખંડીત

ગોંડલ તાલુકા ના મોવિયા અને શિવરાજગઢ વચ્ચે ભાડ વિસ્તાર પાસે ખરાબાની જગ્યામા ઝુપડુ બાંધી રહેતા ખેત મજુરની પત્નિએ વહેલી સવારે વડલાના ઝાડની ડાળી સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના મુદાસલાના અને સાત મહીનાથી મોવિયામા છુટક ખેત મજુરી કરતા જીતુભાઇ મેડાના પત્નિ સારમતી ઉ.૨૩ એ વહેલી સવારે પોતાના ઝુપડા થી થોડે દુર વડલાની ડાળીએ ફાંસો ખાઇ જીવ દીધો હતો.

તપાસનીશ તાલુકા પોલીસ કોન્સ્ટેબલ જીતુભાઇ વાળાના જણાવ્યા મુજબ જીતુભાઇ મેડા અને સારમતીના લગ્ન સાત માસ પહેલા થયા હતા.પરંતુ બન્ને વચ્ચે અણબનાવ હોય સતત જગડા થતા હોય સારમતી તેના માવતર ચાલી ગઈ હતી.

દરમિયાન અઠવાડીયા પહેલા સારમતી ના માવતર તેણી ને મોવિયા પતિ ના ઘરે પરત મુકી ગયા હતા.પરંતુ પતિ પત્નિ વચ્ચે તિવ્ર મનદુઃખ હોય એકબીજા વચ્ચે કોઈ સબંધ ના હોય સંસાર નુ ગાડુ આગળ ચલાવવું દોહ્યલુ જણાતા આખરે સારમતી એ વહેલી સવારે ઉઠી ઝુંપડા થી થોડે દુર જઈ વડલા ની ડાળીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.બનાવ અંગે તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે(

(12:47 am IST)