Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

યાત્રાધામ બેટ દ્વારકા સરકારી જમીન ખાલી કરવા મોટું ઓપરેશન. :જમીનોના ભાવમાં આવેલા ઉછાળાને કારણે ભુ માફીયાઓ સક્રિય.

જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ બેટ દ્વારકામાં ધામાં

અંદાજે 6 જિલ્લા ની પોલીસ ને એક સાથે રાખી આવતી કાલે બેટ દ્વારકા માં લાખો ફૂટ જમીન ખાલી કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે .

છલ્લા ઘણા સમય થી બેટ દ્વારકાના પાછળના ભાગમાં અનેક લોકો ગેર કાયદેસર રીતે જમીન પર મકાનો અને ધાર્મિક સ્થળો બનાવી જમીન કોભાંડ. આચરી રહ્યા છે
સ્થાનિક તંત્ર અને આઇ.બી. દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષા એ રિપોર્ટ મોકલવામાં આવી રહ્યો હતો...
હાલમાં જમીનો ના ભાવ માં આવેલા ઉછાળા ને કારણે ભુ માફીયાઓ સક્રિય થયા છે ..
ધાર્મિક સ્થળોના નેજા હેઠળ દેશ વિરોધી નેટવર્ક ઉભુ થાય તે પહેલાં તેને ડામી દેવાની આગમચેતીને ધ્યાનમાં રાખી આવતી કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ બેટ દ્વારકામાં ધામાં સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત અન્ય 6 જિલ્લાની પોલીસ બેટ દ્વારકામાં હાલ બેટ દ્વારકા જવા માટે યાત્રિકો અને મીડિયાને પ્રતિબંધ છે  .

બેટ દ્વારકામાં આજના આ ડીમોલ્યુશન પહેલાં ગઈ કાલે મોડી રાત્રે બેટ દ્વારકા ના અમુક લોકો ને ઉપાડી લેતી ઓખા મરીન પોલીસ, ડીમોલ્યુશન દરમિયાન કોઈ વિરોધ કે તોફાન ના કરે તેવી આશંકા થી પોલીસ તંત્ર દ્વારા શંકા ને આધારે પોલીસ સ્ટેશને બેસાડવા માં આવ્યા. હતા

(12:33 am IST)