Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મોરબીના સોખડાના ૧૩.૨૩ લાખના દારૂ પ્રકરણમાં આરોપી રીમાન્‍ડ ઉપર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૧ : મોરબીના સોખડા ગામે દારૂના જથ્‍થા સાથે ઝડપાયેલ આરોપીને કોર્ટે રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન સોખડા ગામનો નયન રાયકા ગઢવી ટ્રક જીજે ૦૭ ઝેડ ૭૫૨૪ વાળીમાં સોખડા ગામ તરફ જવાના રસ્‍તે કિશનગઢ ગામની સીમમાં ઈંગ્‍લીશ દારૂ અને બીયરના જથ્‍થાની હેરાફેરી કરવાનો હોવાની બાતમી મળતા ટીમે સ્‍થળ પર રેડ કરીને ઈંગ્‍લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૯૬૩૬ અને બીયર નંગ ૧૪૧૬ મળીને કુલ રૂ ૧૩,૨૩,૬૦૦ નો દારૂ બીયરનો જથ્‍થો તેમજ ટ્રક મળીને કુલ રૂ ૨૦,૨૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મદન અજુદી કન્‍છેદી (ઉ.વ.૩૬) રહે એમપી વાળાને ઝડપી લીધો હતો.એ ડીવીઝન પીએસઆઈ રોહિત ભટ્ટ ઝડપાયેલા આરોપી ને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૦૪ ઓક્‍ટોબર સુધીના પોલીસ રિમાન્‍ડ મંજુર કર્યા છે જે રિમાન્‍ડ દરમિયાન આરોપી નયન રાયકાભાઈ ગઢવી રહે સોખડા તા. મોરબી વાળાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

(1:37 pm IST)