Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વિસાવદરના જાંબુડી ગામે ફરી દિપડો ત્રાટકયો : ઘરમાં ઘુસી પાલતુ કૂતરાનો શિકાર કરતા ગામમાં ફફડાટ

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧ : વિસાવદર નજીક સપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારને એકદમ અડીને આવેલા ગામ જાંબુડીમાં દિન-પ્રતિદિન દિપડાઓની રંજાડ વધી રહી છે.હજુ થોડા દિવસ પહેલા જ જાંબુડીમા આવેલ રકતપિત કેન્‍દ્રમા ત્રાટકી દિપડાએ એક વ્‍યકિતનો જીવ લીધો હતો ત્‍યાં વધુ એક વખત જાંબુડીમા રસિક મોહન નામની વ્‍યકિતના ઘરમા ઘુસી દિપડાએ તેમના પાલતુ કુતરાનો શિકાર કર્યાનુ બહાર આવતા જાંબુડી તથા આસપાસના ગામોમા ફફડાટ વ્‍યાપ ગયો છે.

(1:31 pm IST)