Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જોરાવર નગરના પોલીસ કર્મીનું બાઈક એ વી એટર સાથે અથડાયું

 વઢવાણ : સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે અને અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર જોરાવર નગર ખાતેથી ફરજ બજાવી અને રાત્રિના સમયે પરત ફરતા પોલીસ કર્મી સાથે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ એવી એટર મોટર સાયકલ પોલીસ કર્મચારીના બાઈક સાથે ધડાકા બાઇકને તેમજ પોલીસ કર્મચારીને હાથે અને પગે ઇજા થવા પામી છે ત્યારે તાત્કાલિક અસરે પોલીસ કર્મચારીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર રાત્રિના સમયે જોરાવર નગર પોલીસ મથકેથી ફરજ બજાવી અને પરત ફરી રહેલ બેચરભાઈ નામના પોલીસ કર્મચારીને એવી એટર બાઈક ચાલકે તેમના બાઇક સાથે ધડાકા ચડાવી અને તેમને ઇજાઓ પહોંચાડી હતી તેમજ તેમના બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસ કર્મચારીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી આવવાનું જાણવા મળી રહ્યું છે.

(12:02 pm IST)