Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સીસીટીવી કેમેરા દ્વારા ૩ વર્ષ પહેલા જેતપુર ગામેથી ચોરાયેલ મો.સા. જૂનાગઢ ખાતેથી શોધી આપતી જૂનાગઢ પોલીસ

 જુનાગઢ,તા.૧ : વર્ષ ૨૦૨૦ માં   વીરપુર ગામના રહેવાસી ધવલ સુનીલભાઇ ધામેલીયા ફુડ પ્રોડકટનુ વેચાણ કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. આશરે ૩ વર્ષ પહેલા પોતાના કામ અર્થે તેઓ જેતપુર ખાતે ગયેલ અને તે દરમ્યાન તેમની પોતાની માલીકીનુ હોન્ડા કંપનીનું એકટીવા ઞ્થ્ ૦૩ ગ્ય્ ૫૫૬૨ ત્યાથી ચોરાયેલ હતું. જે તે સમયે કોઇ પણ કારણસર ધવલભાઇ દ્રારા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવામાં આવેલ ન હતી. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢ શહેરમાં કુલ ૨૮૫ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરેલ છે, નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૃ અને તેમની ટીમ દ્રારા આ કેમેરાથી શહેરમાં ૨૪ *૭ મોનીટરીંગ કરવામાં આવે છે, જે દરમ્યાન ઞ્થ્ ૦૩ ગ્ય્ ૫૫૬૨ વાહન શંકાસ્પદ લાગતા નેત્રમ શાખા અને બી ડીવીઝન પો.સ્ટે. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.ં

 ડીવાયએસપી એચ.એસ.રત્નુના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૃ, પો.હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, શીલ્પાબેન કટારીયા, એન્જી. રીયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જૂનાગઢ શહેરમાં ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરતા દરમ્યાન ૧ હોન્ડા એકટીવા ઞ્થ્ ૦૩ ગ્ય્ ૫૫૬૨ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ. જેથી પી.એસ.આઇ. પી.એચ.મશરૃ દ્રારા બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહને આ બાબતની જાણ કરતા પી.આઇ.  એન.એ.શાહ, પોલીસ સ્ટાફ વનરાજસીંહ ચુડાસમાં, સંજયભાઇ માલમ દ્રારા તાત્કાલીક ઉકત વાહનની તપાસ માટે વાહનને બી ડીવીઝન પો.સ્ટે. ખાતે લાવવામાં આવેલ.ં

 ંવાહન નંબર ઞ્થ્ ૦૩ ગ્ય્ ૫૫૬૨ આધારે પોકેટ કોપ એપ્લીકેશન થી સર્ચ કરતા વાહન માલીકનુ નામ, સરનામુ શોધી વાહન માલીક ધવલ સુધીરભાઇ ધામેલીયાનો સંપર્ક કરવામાં આવેલ હતો. પોલીસ દ્રારા ધવલભાઇને આ બાબતે પૂછ પરછ કરતા ધવલભાઇ રાતોરાત વીરપુરથી જૂનાગઢ દોડી આવ્યા હતા અને પોતાનુ વાહન હોવાના આધાર - પુરાવા રજુ કરેલ હતા. પોતે આ વાહન પોતાની પરસેવાની કમાણીથી ખરીદેલ હતુ અને  આ વાતને ૩ વર્ષ જેટલો સમય વિતી ગયા બાદ આ વાહન તેમને પરત મળે તેવી આશા છોડી દીધેલ હતી તેવુ જણાવેલ. આમ જૂનાગઢ પોલીસ દ્વારા ૩ વર્ષ પહેલા રાજકોટ જીલ્લાના જેતપુર શહેરથી ચોરાયેલ વાહન સહિ સલામત પરત અપાવવા કરેલ તાત્કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી  પ્રભાવિત થયા હતા અને બી ડીવીઝન પો.સ્ટે. ખાતે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને ધવલભાઇ દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(11:55 am IST)