Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪ જગ્યાએ સરકારી જમીનનો ઉપર બૂલડોઝર ફરી વળ્યું

જુદા જુદા સરકારી વિભાગો દ્વારા કરોડોની જમીનો ખુલ્લી કરવા કાર્યવાહી : ગેરકાયદે વંડા, દુકાનો અને મકાનો તોડી પડાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી મેગા ડીમોલેશન હાથ ધરી સરકારી જમીનો ખુલ્લી કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ૪ જગ્યાએ દબાણ હટાવ કામગીરી શરૃ કરીને સરકારી જમીન ખુલ્લી કરવા જેસીબી ફેરવી દેવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગ, ઓખા નગરપાલિકા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, રેવન્યુ વિભાગ સહિતના જુદાજુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર ખડકી દેવાયેલા વંડા, દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ ઓપરેશન અગાઉ દિવસોમાં ચાલુ રહે તેવી શકયતા છે.

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની આગેવાનીમાં પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

(11:45 am IST)