Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

લાઠી તાલુકા આરોગ્‍ય કચેરી ખાતે વર્લ્‍ડ હાર્ટ ડેની ઉજવણી

 દામનગર :  લાઠી તાલુકા આરોગ્‍ય કચેરી ખાતે વર્લ્‍ડ હાર્ટ ડે ની ઉજવણી લાઠી તાલુકા આરોગ્‍ય કચેરી ખાતે ડો. આર આર મકવાણા ની અધ્‍યક્ષતા માં વર્લ્‍ડ હાર્ટ ડે ની ઉજવણી કરવા માં આવી હતી. જેમાં તાલુકા ના તમામ કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર દ્વારા ભાગ લઈ વર્ષ દરમિયાન બિનચેપી રોગોના સ્‍ક્રીનીંગ દ્વારા મળી આવેલ હૃદય રોગ અને હાઈ બીપીના દર્દીઓ અને તેમની સારવાર વિષયક ચર્ચા કરી હૃદયને લગતી સમસ્‍યાઓ નિવારવા સંયમિત જીવનશૈલી અને સ્‍વાસ્‍થ્‍યવર્ધક આહારશૈલી અંગે આરોગ્‍ય શિક્ષણ આપેલ હતું. જેની તમામ ગામોમાં જૂથ ચર્ચા દ્વારા લોકજાગળતિ ની કામગીરી કરવા માં આવશે. ઉલ્લેખનીય છે કે લાઠી તાલુકાના તમામ ગામોમાં કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર દ્વારા નિયમિત રૂપે બિનચેપી રોગોની તપાસ અને જરૂર પડ્‍યે લેબ ટેસ્‍ટ વિનામૂલ્‍યે સ્‍થળ પર જ કરી આપી સારવાર આપવામાં આવે છે. ગૌતમ બોરડ દ્વારા તમામ કામગીરી નો વિગતવાર ચિતાર રજૂ કરી આવનારા સમય માં કોઈ પણ લાભાર્થી તપાસ થી વંચિત ન રહી જાય તેનું ઉમદા આયોજન કરેલ છે. આથી, લાઠી તાલુકાના તમામ ગામોના હૃદયને લગતી સમસ્‍યાઓના શંકાસ્‍પદ દર્દીઓની તપાસ કરાવવા માટે નજીક ના હેલ્‍થ એન્‍ડ વેલનેસ ક્‍લિનિકની મુલાકાત લે તેમ ડો. હરિવદન પરમાર દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

 

(11:40 am IST)