Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વિંછીયા પાસે અથડાતા બે કારનો ભૂક્કો બોલી ગયો

આટકોટ, તા.૧: વિંછીયા-અમદાવાદ હાઈવે રોડ પર આવેલ થોરીયાળી ગામ નજીક બોલેરો પીકઅપ વાન અને વેગેનાર કાર અચાનક સામસામે ધડાકાભેર અથડાતા બન્ને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્‍માત સામાન્‍ય વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા થયો હોવાનું જાણવા મળ્‍યું હતું. આ અકસ્‍માતના પગલે સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને વાહનચાલકોને સામાન્‍ય ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડ્‍યા હતા. વિંછીયાથી થોરીયાળી ગામ સુધીના રોડમાં ઠેરઠેર ગાબડાઓ પડી જતા અવારનવાર નાનામોટા અકસ્‍માતોના બનાવો બની રહ્યા છે. છતાં જેતે જવાબદાર તંત્ર દ્વારા રોડને રીપેર કરવામાં આવતો નથી.

(11:10 am IST)