Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દ્વારકા પંથકમાં ‘ઓપરેશન' : ૪ શખ્‍સોને ઉઠાવી લેવાયા : પોલીસ તૈનાત

PFIની શંકાના પગલે : ૧૫૦૦થી વધુ જવાનો ટીયર ગેસ સાથે બંદોબસ્‍તમાં ગોઠવાયા : ઓખા અને બેટ વચ્‍ચેનો વાહન વ્‍યવહાર અટકાવી દેવાયો : ઓખા - ડાલ્‍ડા બંદર અને બેટ દ્વારકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત : એસપી સહિત ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી : બાલાપર અને હનુમાન દાંડી નજીકના વિસ્‍તારોમાં પાંચ જેસીબી વડે ડિમોલીશન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ અને ઓખા પંથકમાં પીએફઆઇની શંકાસ્‍પદ હિલચાલના પગલે તથા જમીનો ઉપર થયેલા દબાણને દુર કરવા માટે પોલીસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે.

દ્વારકા પંથકમાં બેટ ગામેથી ગઇરાત્રે પોલીસે જબરજસ્‍ત કોમ્‍બીંગ કરીને ત્રણ થી ચાર લોકોને ઉઠાવી લઇ અજ્ઞાત સ્‍થળે લઇ ગયાનું આધારભૂત વર્તુળો જણાવે છે.

બહાર આવતી વિગત મુજબ ગમે તે ઘડીએ આજ સુધીનું મોટું મનાતુ મેગા ડિમોલેશન ઓપરેશન સાગરકાંઠે શરૂ થઇ રહ્યું છે. લગભગ એકાદ હજાર જેટલી બહારની પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ ચારેક દિવસ માટે તૈનાત કરાયાની અને ગેરકાનૂની જાહેર થયેલા કોઇ સંગઠન સાથે આ લોકો સંકળાયેલા હોવાની ભારે ચર્ચા છે.

આજે સવારે ૧૧ વાગ્‍યા આસપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાલાપર અને હનુમાન દાંડી નજીકના વિસ્‍તારોમાં પાંચ જેસીબીની મદદથી ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્‍યું છે.

દેવભૂમિ દ્વારકાના બેટ ગામે એસપી સહિત ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો છે અને બોટમાં ૧૫૦૦થી વધુ પોલીસ જવાનોને ટીયર ગેસ સાથે તૈનાત કરવામાં આવ્‍યા છે. ઓખામાં જામર મુકવાની તજવીજ હાથ ધરાઇ છે. તેમજ ઓખા અને બેટ વચ્‍ચેના વાહન વ્‍યવહારને રોકી દેવાયો છે. સુરક્ષાના કારણોસર પત્રકારોને આ વિસ્‍તારમાં જવાની મનાઇ કરાય છે.

દ્વારકામાં PFIની આશંકાએ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. બેટ દ્વારકામાં SRP અને SP સહિત ચુસ્‍ત પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્‍જ IG સહિતના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં ધામા નાખ્‍યા છે. અંદાજે ૧ હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા. આથી, બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્‍યતા સેવવામાં આવી રહી છે. સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં PFI કનેક્‍શનની આશંકાએ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશન સહિતનો તખ્‍તો તૈયાર કરી દેવાયો છે. બેટ દ્વારકામાં સંભવત હાથ ધરાનારી ડીમોલીશન કાર્યવાહી માટે જુદા-જુદા સરકારી વિભાગો ઉપરાંત પોલીસના ઉચ્‍ચ અધિકારીઓ સહિત એક હજારથી વધુ જવાનો તૈનાત કરી દેવાયા છે. આ મેગા ઓપરેશનમાં મહેસૂલ, પંચાયત અને મેરીટાઇમ ઉપરાંત વીજતંત્ર સહિતના જુદા-જુદા વિભાગો પણ જોડાશે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ ઓપરેશન માટે ભારે સતર્કતાથી કાર્યવાહી આગળ ધપી રહી છે. કથિત દેશદ્રોહી કૃત્‍યો મામલે પણ રાજય-કેન્‍દ્રની એજન્‍સીઓને પ્રાપ્ત થયેલા મનાતા અમુક ઇનપુટના આધારે આ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બેટ દ્વારકામાં ધર્મના નામે અમુક કથિત ગેરકાયદે પ્રવૃત્તિ મેગા ઓપરેશનથી ડામી દેવાશે અને આવા ગેરકાયદે બાંધકામો દૂર કરાશે.

ઉલ્લેખનીય છે કે, PFI પર પ્રતિબંધ બાદ વડોદરામાં પણ ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બાવામાનપુરા વિસ્‍તારમાં આવેલી આયેશા મસ્‍જિદમાં ATSની ટીમ ત્રાટકી હતી. NIAના ઇનપુટને પગલે વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે. શહેરના બાવામાનપુરા વિસ્‍તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદ્રસા-એ-હિફઝુલ ઈમામ સંસ્‍થાની બિલ્‍ડિંગને સીલ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ઓલ ઈન્‍ડિયા ઇમામ કાઉન્‍સિલની બેઠક મદ્રસા-એ-હિફઝુલ ઈમામ સંસ્‍થામાં મળી હતી.

બેટ દ્વારકામાં પોલીસ કોર્ડન દ્વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. PFI ક્‍નેક્‍શનને પગલે ઓખા - બેટ દ્વારકા વચ્‍ચે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. સાથે જ નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ આસપાસના સ્‍થળોના દબાણો દૂર કરાવવામાં આવશે.

દેવભૂમિ દ્‍બારકા જિલ્લાના બેટ દ્વારકામાં  PFIની આશંકાને પગલે સમગ્ર બેટ દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. બેટ દ્વારકામાં પોલીસ કોર્ડન દ્વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. PFI ક્‍નેક્‍શનને પગલે ઓખા - બેટ દ્વારકા વચ્‍ચે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. સાથે જ નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ આસપાસના સ્‍થળોના દબાણો દૂર કરવામાં આવશે. આ ઘટનાને પગલે દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે.

પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઈન્‍ડિયા (PFI) પર પ્રતિબંધ બાદ વડોદરામાં ગુજરાત ATS એ એક મદરેસા પર મોટી કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધી છે. મળતી માહિતી મુજબ મદરેસામાં મોટું ષડયંત્ર રચવાની શક્‍યતાને જોતા ATSએ આ કાર્યવાહી કરી છે. કેસમાં એસીપી એએચ રાઠોડએ જણાવ્‍યું હતું કે સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એક મસ્‍જિદમાં કેટલીક શંકાસ્‍પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. પ્રતિબંધિત સંગઠન ઓલ ઈન્‍ડિયા ઈમામ કાઉન્‍સિલ ની પણ અહીં બેઠક યોજાઈ હતી. આ પછી પોલીસ ટીમે અહીં તપાસ કરી અને આ જગ્‍યાને સીલ કરી દીધી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે NIAએ PFIના અલગ-અલગ સ્‍થળોએ કાર્યવાહી કરીને ૨૪૭ લોકોની ધરપકડ કરી હતી. મોટાભાગની ધરપકડ કર્ણાટકની હતી. અહીંથી ૭૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પછી ઉત્તર પ્રદેશમાંથી ૪૪ અને મહારાષ્ટ્રમાંથી ૪૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, દિલ્‍હી, મધ્‍યપ્રદેશ, આસામ અને ગુજરાતમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે.

(11:18 am IST)