Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ઉનામાં સી.આર. પાટીલને આવકારવા ભાજપમાં થનગનાટ : પદાધિકારીઓની બેઠકમાં ૪૫૦ થી વધુ આગેવાનોની હાજરી

નગરપાલિકાના સભાખંડમાં મળેલી બેઠકમાં અભૂતપૂર્વ તૈયારીઓને આખરી ઓપ

ઉના : સમગ્ર ગુજરાત રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહયો છે ત્યારે, આગામી બીજી ઓકટોમ્બરને રવિવારે ઉનામાં ભા.જ.પા ના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારી રહયા છે. જેને લઈને પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ૯૩–ઉના વિધાનસભા ભા.જ.પે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે

. પ્રદેશભા.જ.પા અધ્યક્ષ સી.આર. પાટીલ તાઃ- ૦૨/૧૦/૨૦૨૨ ને રવિવારે ઉના માં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષ સીનેમાનાં ઉદ્ધાટન માટે આવનાર હોય અધ્યક્ષને આવકારવામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અને આયોજન માટેભા.જ.પા નાં ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનનાં હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરોની મીટીંગ  ઉના નગરપાલિકાનાં સભાખંડમાં મળેલ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, જીલ્લા ભા.જ.પા નાં મહામંત્રી વિશાલભાઈ વોરા, તાલુકા ભા.જ.પા ના ઉનાનાં પ્રમુખ બાબુભાઈચાહાણ, ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઈ રૂપાલા તથા શહેર ભાજપાનાં પ્રમુખ મિતેશભાઈ શાહ સહિત ૪૫૦ થીવધુ આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરાયેલ,

ઉના શહેરનાં ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડી માં બપોરે ૧૧-૦૦ વાગ્યે મળનાર કાર્યકર્તામહાસંમેલનમાં ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડશે અને તમામ કાર્યકરો અગ્રણીઓ માટે ભોજન સમારંભનુંપણ આયોજન કરવામાં આવ્યું હોવાનું ભા.જ.પા ની એક યાદીમાં જણાવાયુ છે.

(12:50 am IST)