Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રોડ -ભૂગર્ભ ગટર અને સફાઈ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને સફાઈ સહિતના પ્રશ્ને સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી છે.

  ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકામાં આવતા રણછોડનગર વિસ્તારમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે વિસ્તાર બન્યાને ૩૦ વર્ષ કરતા વધુ સમય થયો છે જોકે અહી સુવિધાઓના નામે મીંડું છે વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આવે છે સફાઈ નથી કરાતી અને આંતરિક રોડ બનાવવામાં આવ્યા નથી ભૂગર્ભ ગટરની સ્થિતિ ખરાબ છે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ રહેતી નથી જેથી વિસ્તારના પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

(12:17 am IST)