Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાણપુરને પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ ત્રીજીવાર ઓવરફ્લો : ડેમના સાત દરવાજા બે ફૂટ ખોલાયા

ભાદર નદી માં ઘોડાપુર આવતા દેવળીયા ગામ સંપર્ક વિહોણુ

 

બોટાદ જીલ્લાનો સુખભાદર ડેમ ઓવર ફ્લો થતા ડેમના દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા. રાણપુર ને પીવાનું પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદ ને કારણે ચાલુ સીઝનમાં ત્રીજીવાર ડેમ ઓવર ફ્લો થયો હતો.ઉપરથી પાણીની આવક વધુ પ્રમાણમાં હોવા ને કારણે સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના દરવાજા બે ફુટ સુધી ખોલવામાં આવતા નિચાણવાળા અને નદી કાંઠાના ગામો રાણપુર, કનારા, નાગનેશ, દેવળીયા, સાંગણપુર, અલમપુર જેવા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા

   .સુખભાદર ડેમ(ભડલા ડેમ)ના દરવાજા ફુટ સુધી ખોલવામાં આવતા રાણપુર, દેવળીયા, નાગનેશની ભાદર નદી માં ઘોડાપુર આવ્યુ હતુ.જ્યારે દેવળીયાની ભાદર નદી માં ઘોડાપુર આવતા દેવળીયા ગામ સંપર્ક વિહોણુ થયુ હતુ.કારણ કે દેવળીયા ગામે જવાનો એકમાત્ર રસ્તો ભાદર નદી હોવાથી ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જ્યારે સુખભાદર ડેમ છેલ્લે ૨૦૧૭ માં ઓવર ફ્લો થયો હતો.

(12:46 am IST)