Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જામનગરમાં કચરો ન ઉપાડાતો હોવાની ફરિયાદ: વિપક્ષી નેતા ટ્રેકટર લઇ મનપા કચેરીએ પહોંચ્યા

ગુલાબનગર પાસે આવેલા ડંપિંગ પોઈન્ટ પર વિરોધપક્ષ દ્વારા જનતા રેડ

 

જામનગરના ગુલાબનગર પાસે આવેલા ડંપિંગ પોઈન્ટ પર વિરોધપક્ષ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને તંત્રની પોલ ખોલી હતી. ત્યારબાદ ટ્રેકટરમાં શહેર માંથી કચરો એકત્રિત કરી કચરો જામનગર મહાનગર પાલિકાના પટાંગણમાં નાખી દેવામાં આવ્યો હતો.

  જામનગરમાં વિરોધપક્ષ દ્વારા ગંદકી અને રોગચાળાને લઈને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. શહેરના ગુલાબનગર નજીક આવેલો ડંપિંગ પોઈન્ટ પર જઈ જનતા રેડ કરી તંત્ર ની પોલ ખોલી હતી. વિપક્ષ ના જણાવ્યા અનુસાર નિયમ મુજબ ડંપિંગ પોઈન્ટ શહેરથી 20 કિલોમીટર દૂર હોવો જોઈએ જ્યારે જામનગરમાં ડંપિંગ પોઈન્ટ શહેર નજીક આવેલો છે

   . આ સ્થળની નજીકમાં રહેણાંક વિસ્તાર ઉપરાંત ધાર્મિક સ્થાનો આવેલાં છે. શહેરમાંથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાકટર શહેરમાંથી સવારે એક જ ટ્રેકટર કચરો ઉપાડતો હોવાનું રજીસ્ટરમાં જોવા મળ્યું હતું અને જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકી જેમ ના તેમ જ પડ્યા છે. વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ આજે શહેર માંથી કચરો એકત્રિત કરી પોતે જાતે ટ્રેકટર ચલાવી ને જામનગર મહાનગર પાલિકા ના પટાંગણ માં કચરો અને ગંદકી ભરેલું ટ્રેકટર ઠાલવી ગંદકી અને રોગચાળા નો વિરોધ દર્શાવ્યો હતો

(12:19 am IST)