Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભારે વરસાદના કારણે અમરેલીનો રાયડી ડેમ ઓવરફ્લો : સાત દરવાજા ત્રણ ફૂટ ખોલાયા

નિચાણવાળા ચોત્રા, મોટા બારમણ, પીંછડી જેવા ગામોને એલર્ટ કરાયા

અમરેલી : ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યોં છે. આ સીજનના વધુ વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે  સાથે  મોટાભાગના ડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. અમરેલીના ખાંભાના રાયડી ડેમમા પાણીની આવકમાં વધારો થયો છે. જેથી ડેમના 7 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. નિચાણવાળા ચોત્રા, મોટા બારમણ, પીંછડી જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

 બીજીતરફ  વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે આ સિજનમાં પાણીની કમી ઉદ્ભવાની શક્યતા દેખાતી નથી.

(12:19 am IST)