Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ટ્રકમાં ૧૦ બળદોને ક્રુરતા પૂર્વક બાંધી હેરાફેરી કરવાના ગુનામાં ફરાર ભુપત ઉર્ફે લાલો પકડાયો

રેન્જ આઇ.જી.ની સ્પેશ્યલ સ્કવોડે ભુપતને વાંકાનેરના અમરસર પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧ : રાજકોટ રેન્જ આઇ.જી.ના સ્પેશ્યલ સ્કવોડે બાતમીના આધારે ગૌવંશ પશુની હેરાફેરી કરવાના ગુનામાં ફરાર વાંકાનેરના શખ્સને વાંકાનેરના અમરસર પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્વારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ. જે.એસ. ડેલાની સુચનાથી સ્કવોડના હેડ કોન્સ. મદારસિંહ મોરી, ભગવાનભાઇ ખટાણા, મહાવીરસિંહ પરમારનાઓએ ચોટી પોલીસ મથકમાં ગુજરાત પશુ સંરક્ષણ ધારા મુજબના ગેરકાયદેસર ગૌવંશ બળદ જીવ-૧૦ ટ્રકમાં બેરહેમીથી ભરી પશુઓની હેરાફેરીના ગુનો બન્યા સમયે કલીનર તથા પાઇલોટીંગ કરનાર આરોપીઓ મળી કુલ-૪ (ચાર) આરોપીઓ પકડાઇ ગયા હતાં અને ડ્રાઇવર જે તે સમયે સ્થળ પરથી નાશી છૂટેલ હતો તે ડ્રાઇવર ભુપત ઉર્ફે લાલો પ્રવિણભાઇ લખધીર (રહે. ભાટીયા શેરી, જીનપરા-વાંકાનેર) છેલ્લા ૧૦ માસથી નાસતો-ફરતો હતો જે રાજકોટ-વાવડી ખાતે અલગ અલગ મકાનોમાં ભાડે રહેતો હતો જે પોતાના વતન વાંકાનેર ખાતે આવનાર હોવાની બાતમી મળતા તેને વાંકાનેર અમરસર ફાટક પાસેથી પકડી લઇ વાંકાનેર સીટી પોલીસને સોંપ્યો હતો.

(4:27 pm IST)