Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

એક મહિનામાં કાલાવડ યાર્ડની પેટા ચૂંટણી જાહેર કરવા હાઇકોર્ટનો આદેશ

કાલાવડ તા ૦૧  : જામનગર જીલ્લાનું કાલાવડ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી વિવાદોમાં રહેવા માટે જાણીતું છે, એવામાં થોડા સમય પૂર્વે યાર્ડના ખેડુત વિભાગના ચૂંટાયેલા એક સભ્યનું અવસાન થતા પેટા ચૂંટણી યોજવાની માંગ એક જુથ દ્વારા કરવામાં આવી રહી હતી, પણ કોઇપણ કારણોસર આ ચૂંટણી ટળી જતા કાલાવડના જ રહીશ જે.ટી. પટેલ દ્વારા આ પેટા ચૂંટણી યોજવામાં આવે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી.

જે પીટીશન પર ચુકાદો સંભળાવતા ગુજરાત હાઇકોર્ટે જામનગર રજીસ્ટ્રારને એક માસની અંદર કાલાવડ માર્કેટિંગ યાર્ડની પેટા ચૂંટણી જાહેર કરવાનો હુકમ કરતા કાલાવડ સહીત જીલ્લાના સહકારી ક્ષેત્રમાં ફરી ખળભળાટ મચી જવા પામ્યો છે.

(4:27 pm IST)