Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હળવદના કડીયાણામાં પાણીમાં તણાતા ૯૦ ઘેટા-બકરા-ભેંસના મોત

હળવદ,તા.૧: તાલુકા મા આવર્ષ ચોમાસામા મેદ્યરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે સોમવારે મોડી રાત્રે આકાશાં કાળા વાદળો ધરાયેલા હતા વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનીની ધમાકેદાર એન્ટ્રી પડતા હળવદ તાલુકાનાઙ્ગ કડીયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો

ત્યારે કડીયાણા ગામના માલધારી ભરવાડ હમીરભાઈ કમાભાઈના વાડા મા રાખેલ ૧૨૫ જેટલા ઘેટા બકરા ઉપરવાસના પાણીના કારણે દ્યેટા બકરા અને ચાર ભેસો પાણીમા તણાતા ૯૦ જેટલા પશુઓઓ કમકમાટીભર્યા મોત નિપજયા હતા બનાવ ની જાણ ગામલોકોને ગામના આગેવાન અને સામાજિક કાર્યકર વિશાલ ત્રિવેદી અને પશુ માલિક હમીરભાઈ ભરવાડ કડીયાણા ગામના સીમમાં દોડી ગયા હતા

૧૨૫માથી૩૫ જેટલા ઘેટા બકરા બચી ગયા હતા બનાવની જાણ હળવદ મામલતદાર વી કે સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લઇને કામગીરી હાથ ધરવામાં માટેની તજવીજ હાથ ધરી હતી.

(4:26 pm IST)