Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઘેડ પંથકમાં હજુ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિઃ એરડા કંડોરણા તથા ગરેજ-મહિયારાના રસ્તા બંધઃ ચારેબાજુ કેડસમા પાણી

મગફળીના તૈયાર પાક ધોવાય ગયોઃ કેટલીક ગ્રામ પંચાયત તથા શાળાઓના રેકર્ડ પાણીમાં ગરકાવ

ગોસા (ઘેડ) તા.૧: ઘેડ પંથકમાં હજુ સ્થળમાં જળ જેવી સ્થિતી છે નવા ગામથી  એરડા સહિત રસ્તા બંધ છે કેટલીક જગ્યાએ ગ્રામ પંચાયતનો અને શાળાઓનું રેકર્ડ પાણીમાં ગરકાવ થઉ ગયું.

 ઉપરવાસ પણ સચરાસર વરસાદ હોવાથી મીણસાર અને ભાદર નદી તેમજ મધ્ૃવંતી સહિત નદીઓમાં પાણી આવતાં તે પાણી દ્યેડના રકાબી આકારના જેવા દ્યેડ પ્રદેશમાં ફરી વળતા નવાગામથી એરડા કંડોરણા સુધીનો રસ્તો તેમજ ભાદરપુલથી ગરેજ મહીયારી જવાનો રસ્તો પણ બંધ થઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. જેમાં પોરબંદરથી ઉપડતી એસ.ટી બસ સવારના ૭-૧૫ના ઉપડતી પોરબંદર વાયા ગોસા,નવાગામ એરડા થઈને કંડોરણા જતી એરડા-કંડોરણા બસ,પોરબંદર વાયા ગરેજ મહિયારી થઈને જૂનાગઢ બસ,સવારના ૬-૪૫ ના ઉપડતી પોરબંદર જૂનાગઢ સહિતના દ્યેડના અંદરના ગામોની એસ ટી બસ પણ છેલ્લા બે દિવસથી રસ્તાઓ પર પાણી ફરીવળતાં બંધ થઈ ગયેલ છે.

પોરબંદરના દ્યેડના અંદરના ગાળામાં આવેલ દરોદર તેમજ એરડા,લશાળા,મિત્રાળા અને ગરેજ ગામોમાં પણ વરસાદી પાણી ફરીવળતાં આ ગામો બેટમાં ફેરવાઈ જવા પામેલ છે. એરઢા ગામનાપાદરમાં આવેલ પ્રાથમિક શાળામાં તેમજ ગામના મુખ્ય રસ્તાઓ તેમજ ગામની ચારે બાજુ કેડ સમા પાણી ભરાય જતાં ગ્રામ પંચાયતના રેકર્ડ તેમજ શાળાના અન્ય પણ પાણીમા ગરકાવ થઈ ગયા છે જયારે જે જગ્યાએ મગ.ળીના કરાયેલા વાવેતર માં તેયાર પાકનો પણ સત્યનાશ થઈ જવા પામેલ છે. જયારે ખેતરોમાં પણ જયા જુઓ ત્યાં કેડ સમા પાણી ભરાઈ જવાથી ખેડુતોના મોઢે આવેલ મગફળીના પાકનો કોળીયો ઝુટવાઈ તેમ તેયાર ઉભા મગફળીના પાકમાં પાણી ફરી વળતાં લાખો નું નુકશાન થવા જાય છે. ત્યારે તુરંત સતાવાળાઓ દ્યેડમાં ભરાયેલા ખેતરોના પાણીના કારણે વાવેતર કરાયેલા મગફળીના પાકનું સર્વે કરાવી તેમજ અન્ય થયેલ નુકશાનીનું સર્વ કરાવી તાત્કાલીક નુકશાનીનું વળતર અપાવે તવી બુલંદ માંગ દ્યેડ પંથકના ખેડુતોમાંથી બુલંદ ઉઠવા પામી છે.

(3:32 pm IST)