Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પોરબંદરના સામાજિક કાર્યકર સલીમભાઇ સૂર્યા તથા તેના મામા ઉપર ધોકા-પાઇપ વડે હુમલો

બિલ્ડર યુસુફ પુંજાણી સહિત પાંચ સામે પોલીસ ફરીયાદ

પોરબંદર, તા. ૩૦ :  સામાજિક કાર્યકર અને રીલાયન્સ કોમ્પ્યુટર વાળા સલીમભાઇ સૂર્યાને ધોકા પાઇપ વડે હુમલો તથા સલીમભાઇના મામાને ઢીકાપાટુનો માર માર્યાની યુસુફ પુંજાણી સહિત પાંચ સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

રિલાયન્સ ટાઇપ અને કોમ્પ્યુટર ઇન્સ્ટીટયુટ ચલાવતા અને સામાજિક કાર્યકર સલીમભાઇ યુસુફભાઇ સૂર્યા (ઉ.વ.પ૭) રાત્રીના પોતાના કલાસીસ ખાતે હતા ત્યારે બીલ્ડર અને મેમણ જમાતના અગ્રણી યુસુફ પુંજાણી તથા તેના બે પુત્રો હમીદ તથા હમાદ તેમજ અન્ય બે શખ્સો બાઇક પર લોખંડના પાઇપ, ધોકા સાથે આવ્યા હતા અને હાઇકોર્ટના સ્ટે ભલે લે પરંતુ મારૂ કઇ બગડી નહી લે તેમ કહી સલીમભાઇને આડેઘડ મારવા લાગ્યા હતા. બાદમાં તોડફોડ કરી હતી અને કોમ્પ્યુટર સહિનો સામાન વેરવિખેર કર્યો હતો. બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પાંચેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.

બિલ્ડર યુસુફ તથા તેના એક પુત્ર સલીમભાઇના કાસમ હાસમ હામદાનીની સુતારવાડાના નાકે આવેલી કોહીનૂર પેઇન્ટસ નામની દુકાને ગયા પાંચેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા બાદમાં બિલ્ડર યુસુફ તથા તેનો એક પુત્ર સલીમાઇના મામા કાસમ હાસમ હામદાની ની સુતારવાડાના નાકે આવેલી કોહીનુર પેઇન્ટસ નામની દુકાનને ગયા હત.

ઇજાગ્રસ્ત બનેલા મામા ભાણેજને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સલીમભાઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

હુમલો કરનારા આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

(1:20 pm IST)