Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળમાં રાજવીનાં સેક્રેટરી સ્વ.નારાયણભાઇ ખેરનાં કિતાબરૂપે ગાંધી દંપતીના ચિત્રો

પોરબંદર તા. ૧: મહારાજ નટવરસિંહજી ટેનીસ રમતા હોય ત્યારે કોળી જ્ઞાતીનો એક ગરીબ છોકરો કુતુહલવશ બોલબોયની ફરજ નિભાવતો. એક વખત તેણે પોતે દોરેલું કોઇ ચિત્ર મહારાજને બતાવ્યું. જે જોઇને મહારાજ પ્રભાવિત થયા. તેણે એ બાળક નારાયણના ભણતરની જવાબદારી ઉપાડી પોરબંદર બાદ જે.જે. આટ્ર્સ કોલેજ-મુંબઇ અને પછી ફ્રાન્સ એટલીમાં પેઇન્ટીંગ અભ્યાસ કરી આવેલાએ બોલબોય એન.ટી.ખેર પરત આવીને મહારાજનાં સેક્રેટરી તથા રાજના ચિત્રકાર બન્યા. મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ કિર્તિ મંદિર બન્યુ ત્યારે ગાંધીજી અને કસ્તુરબાના વિશાળ ચિત્ર તેમણે જે દોર્યા. જે ગાંધીજીનાં જીવન માફક ખુલ્લી કિતાબની મુદ્રામાં રખાયા છે. ર૦૧૧ મા તેને પ્રોસેસ કરવા મોકલ્યા ત્યારે થોડા વર્ષે એવા જ અન્ય ચિત્ર મૂકાયા હતા. પરંતુ અસલ ચિત્ર પાછું આવી ગયા છતાં પેક રાખીને યુથાસ્થાને મુકાતું નહોતું. હવે પુનઃ ગોઠવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

જુના પોરબંદર રાજયમાં આવેલા માધવપુર પાસેના મંડેર નામના એક નાના ગામમાં ઇ.સ.૧૯૦૭ માં નારણ તેજા ખેર તરીકે જન્મ કુટુંબ જ્ઞાતિએ ઘેડિયા કોળી પણ વ્યવસાયે ખેડુત, પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કુલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો. તે દરમિયાન વિરમના સમયમાં તથા સાંજે ખાસ ચાલતા ચિત્રવર્ગમાં ચિત્રકલાનું શિક્ષણ લીધું ને તે સમયના સહૃદય કલા શિક્ષક સ્વ. માલદેભાઇ રાણાની પ્રશંસા પામવા જેટલી સિદ્ધિ મેળવી. આ સાથે કલબમાં ટેનીસ બોય તરીકે કામ કરી તેઓ થોડુક કમાઇ પણ લેતા. તેમા એક સાંજે ખંભાળા તળાવનું પોતે કરેલુ ચિત્ર તેમણે પોરબંદરના મહારાણાને બતાવ્યું. કલા પારખું યુવાન મહારાણાશ્રી નટવરસિંહજીએ એની શકિત પારખીને ચિત્ર શિક્ષણ અર્થે પેરીસ જાય કે નહી એમ પુછયુ અને મંડેર જેવા નાનકડા પછાત ગામના પછાત સમાજમાંથી આવેલ આ વિદ્યાર્થીએ હિંમતપૂર્વક હા પાડી દીધી ! કયાં મંડેર અને કયાં પેરિસ કયાં પોરબંદર રાજય અને કયાં ફ્રાન્સ? સંસ્કૃતિનો, લોકજીવનનો, ભુગોળનો કેટલો બધો તફાવત ! છતાં તે આત્મ વિશ્વાસપૂર્વક પેરીસ ગયા. મહારાણાશ્રી નટવરસિંહજીએ ત્યાંના સુવિખ્યાત ગુજરાતી ઝવેરી શ્રી સોમચંદભાઇને ભલામણ કરી તેનું વાલીપદ સોપ્યું. ગુરૂ પ્રતાપે ચિત્ર લેખનમાં તો તેઓ પ્રવીણ હતા. પણ ત્યાંની કળાશાળાઓમાં કલાનું શિક્ષણ અને વિવરણ ફ્રેન્ચ ભાષામાં થાય તેનું શું કરવુ શ્રી સોમચંદભાઇએ એના ફ્રેન્ચ શિક્ષણ માટે સુવિધા કરી આપી અને છ માસમાં તો નારણભાઇ ફ્રેન્ચ ભાષા પર કાબુ મેળવી લીધો.

તે પેરીસ પહોંચ્યા તે અરસામાં એક આંતર રાષ્ટ્રીય કલા પ્રદર્શન યોજાયું તેના પ્રમુખ માશ્યો પોલ શાળા હતાં. તેમનો પરિચય સોમચંદભાઇએ નારણભાઇને કરાવ્યો હતો. તે તેમની ભલામણથી પેરીસની વિખ્યાત કલા શાળા માતેલિએબિલુમાં તેઓ દાખલ થયા હતાં. ત્યાં રહીને તેમણે 'પોટ્રેઇટ પેઇન્ટિંગ' (છવિચિત્રણ) અને મોડેલિંગ (પ્રતિમાકલા)નું શિક્ષણ લીધુ અને ચાર વર્ષનાં અભ્યાસને અંતે પ્રથમ શ્રેણીના વિદ્યાર્થી - કલાકાર તરીકે પંકાયા. કલા શાળાનાં પ્રીન્સીપાલ માશ્યો પોલ બિલુની ચેમના પર અંગત એટલી બધી કૃપા હતી કે તેઓ દર અઠવાડીક રજાએ ખેરને પેરીસનાં સુપ્રસિધ્ધ મ્યુઝિયમ લુવ્રમાં લઇ જતા અને ત્યાં પ્રત્યેક શિષ્ટ કલાસ્વામીની મહાકૃતિઓનો પ્રેરણાસભર પરિચય કરાવતાં. ખેર પણ આ ઉત્કૃષ્ટ કૃતિઓના આસ્વાદ હોંશે હોંશે લેતાને તેની પાછળ રહેલા સારા અને કલા વિષયક સિધ્ધાંતોને પચાવતાં. ઇસ્કાલ બોઝાર નામની કલા સંસ્થાને ઉપક્રમે ત્યાં એક પ્રદર્શન યોજાયું તેમાં દેશ-વિદેશના ચારસો કલાકારોને સ્થાન મળેલું તેમાં ખેરની કૃતિઓ પણ રજુ થઇ અને સ્પર્ધામાં પ્રથમ શ્રેણીમાં નવમું સ્થાન મેળવ્યું. તેમની કલા સાધનાની સિધ્ધીથી તેમનાા આચાર્ય તથા સહાધ્યાયીઓ પ્રસન્ન થઇ ગયા.

ફ્રાન્સનાં કલા શિક્ષણ પુરૃં કરી પોરબંદર આવતા વેંચ મહારાણી શ્રી 'પેલેસ આર્ટિસ્ટ' તરીકે તેમની નિમણુંક કરી આગળ જતાં કેપ્ટનનું બિરૂદ મેળવી મહારાજાનાં રહસ્ય મંત્રી તરીકે બે વાર તેમની સાથે યુરોપ પણ જઇ આવ્યા અને મહારાણાના વિશ્વસનીય પુરૂષ તરીકે તથા આદરનું ભાજન બની ગયા. 'પેલેસ આર્ટિસ્ટ' નીમ્યા પછી મહારાણા શ્રીએ યુરોપની સર્વ શ્રેષ્ઠકૃતિઓની અનુકૃતિઓ તેમની પાસે તૈયાર કરાવી અને યુરોપનાં ઉત્તમ કલાકારોની વિરલ કૃતિઓની અધિકૃતથ નકલોથી પોરબંદરનો હજુર પેલેસ સમૃધ્ધ થવા લાગ્યો. પરંતુ એમની માત્ર આવી અનુકૃતિઓ અને રાજ કુટુંબોના છવી ચિત્રણન નિર્માણમાં જ અટકી નહી. તેમણે નાનપણમં જે ગ્રામ પ્રદેશ અને ગ્રામીણ લોકજીવન જોયુ તેને મૂર્ત કરવાને ગામડાનાં વિશિષ્ટ પાત્રોનો સંપૂટ તૈયાર કર્યો અને ગ્રામવાસીઓનાં ઉત્સવો, પર્વો અને લોકમેળાઓને તેમાં સ્થાન આપ્યું. રબારીઓની પુંજ, જવારણા અને ઘરો જેવા ચિત્રો અનેી પ્રતીતિ છે. પોરબંદરનાં હાલનાં મહારાણી શ્રી અનંતકુંવરબાના અને મહારાજાનાં ઉતાકામંડ ખાતેનાં ગ્રીષ્મ નિવાસ 'ફરગ્રુવ' માં તેમણે યોજેલા 'સૌરાષ્ટ્ર સંસ્કૃતિ'ના પાલ ખંડમાં તેમના  પોરબંદર પંથકનાં વિશિષ્ટ ગ્રામપાત્રોનાં ચિત્રો મુકાયા છે.

પોરબંદરનાં સરકારી ભાવસિંહજી હાલ સ્કુલ નિવૃત શિક્ષક અને જાણીતા કવિ શ્રી સ્વ. રતિલાલ છાંયા, સ્વ. કેપ્ટન નારભાઇ ખેર શીર્ષક તળે 'કુમાર અંક પ૭૦' માં જણાવ્યા અનુસાર પોરબંદરની સાંસ્કારિક પ્રવૃતિ પ્રત્યે પણ એમનો સદૈવ મૂંગો પણ પ્રેરક અનુરાગ વહ્યો છે. તેને અનુસરની 'પથદીપ' કલા સંસ્થાનાં 'રવીન્દ્ર સ્વાધ્યાય વર્તુળ' માટે તેમણે ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુરનું સુંદર ચિત્ર-તૈલીચિત્રને 'અરવિંદ સન્નિધી' માટે શ્રી અરવિંદનું ભવ્ય તૈલચિત્ર  અર્પણ કરેલું છે. ગાંધીજીના કીર્તિ મંદિરની મધ્યવર્તી છત્રી માટે તેમણે ગાંધીજી અને કસ્તુરબાનાં મોટા કદનાં તેલચિત્રો તૈયાર કર્યા છે. તેમાં ભારતીય સ્વાતંત્ર્યનાં સાંકેતિક સંદર્ભનાં તથા કસ્તુરબાના સૌભાગ્યનાં નિર્મળ ભાવને આલેખને તેમને આંતર રાષ્ટ્રીય કીર્તિ અપાવી છે. ખેરની સંસ્કારપ્રીતિ અને ધર્મપ્રતીએ તેમને અનેક મિત્રો મેળવી આપ્યા છે. એ નિમિતે એમણે અનેક સુંદર અને ભાવવાહી તસ્વીરો સર્જી તેમની અર્ચના કરી છે એમાં ઉત્તરાવસ્થામાં તેમણે કરેલીમાં આનંદમયીની તેમજ સ્વામી રામદાસ જેવા સંતપૂ રુષની પોરબંદરનાં મહારાણાશ્રીની પ્રેરણાથી રાજકોટની રાજકુમાર કોલેજ માટે મહાકવિ નાનાલાલની, મહારાણી અનંતકુવરબની ઇચ્છાથી ઉતાકામંડની લાયબ્રેરી માટે કવિવર ટાગોરની જિંદગીનાં છેલ્લા દિવસો દરમિયાન પોતાની સેવા શુશ્રષા કરનાર બે ડોકટર મિત્રમાંના એક એમેટર ફોટોકલા આર્ટિસ્ટ સર્જન ડો. હરિલાલ ચાવડાની ને પોતાન આજીવન મિત્ર જાણતા પુરાતત્વ વિદશ્રી મણીલાલ વોરાની તસ્વીરો નોંધપાત્ર  છે એ ઉપરાંત છેલ્લા મહિના દરમિયાન એમણે પોતે પોતાનું પણ એક છબિચિત્ર બનાવેલું જયારે તેમણે અંતિમશ્વાસ લીધો ત્યારે એક દ્રશ્ય ચિત્ર છેલ્લા સ્પર્શને માટે 'ઇઝલા' પર રાહ જોતુ પડેલું હતું.

એમના અવસાનના દસ જ દિવસ અગાઉ પોરબંદરની કલાપ્રેમી જનતાએ સ્થાપેલી કલાકારો અને કલા રસિકોની એક સંસ્થા 'શ્રી રંગમ્'નું પ્રથમ પ્રમુખ પદ (કલાગુરૂ શ્રી રવીશંકર રાવળની પ્રેરણાથી) તેમના જ આપવામાં આવ્યું. પોરબંદર મહારાજાએ પ્રમુખસ્થાન લઇને પોતે તે સંસ્થાનાં ''પેટ્રન-ઇન-ચીફ'' થવા અનુમતિ આપી છે. વિખ્યાત કેળવણીકાર કલાપ્રેમી રાજય સરકાર સંચાલિત સને ૧૯પપ માં સ્થપાયેલી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના આધે પ્રાચાર્ય પ્રભાશંકર ત્રિવેદી-પૂ. ત્રિવેદીએ ખેરના અવસાન પ્રસંગે લખેલા શબ્દો સર્વથા યોગ્ય હોઇ અત્રે ઉતારીએ.

''પોટ્રેઇટ પેઇન્ટર અને લેન્ડ સ્કેઇપ અર્ટિસ્ટ'' તરીકે ખેરની હથોટી વિશ્વના મહાન વાસ્તવદર્શી કલા સ્વામીઓની મુકત પામી લે એવી સચોટ અને અસરકારક હતી. ઓઇલ કલર્સના તો એ જાદુગર હતા ને રંગોની રમણીયતા અને આકારની અસ્લિયતું તેઓ છાંયા અને પ્રકાશની ગૂંથણી દ્વારા હુબહુદર્શન કરાવી શકતા. કલાકાર તરીકેની તેમની કારકિર્દિએ પહોંચવા માટે પોતાના જીવનનું તેમણે જ અદ્દભૂત રૂપાંતર કરેલુને પોતાના બાળપણ તથા કીશોરાવસ્થામાં તેમણે પોરબંદરના સુમદ્ર તેના શૈલોને માનવદર્શમાંની લીધેલી પ્રેરણાને અભિવ્યકત કરવા પેરીસમાં જે કલાસાધના કરીને કોઇપણ કલાસ્વામીના જીવનને શોભાવે તેવા છે. તેમના ચિત્રોને એક કલાસંપુટ ગુજરાતે સંઘરી રાખવા જેવા ગણાય પોતાની બેનમૂન કલાથી સુંદર સ્વભાવથી અને વિનમ્ર અભિજાન્યથી આપણે મૈત્રીનો જે અતુટ સેતું બાંધ્યો અને સંસ્કારિતાની ફોરમ પ્રસરાવી તે ફુલ અને શીલનો સંયોગ કેવો ચમત્કાર સર્જી શકે છે તેની અદ્દભૂત પ્રતીતી કરાવી આપે છ.ે''

ઘેડિયા કોળી જ્ઞાતિના વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર સ્વ. શ્રી નારાયણભાઇ તેજાભાઇ ખેરનાં પરિવારમાં તેમના પત્ની સ્વ. શ્રીમતી નર્મદાબેન નારણભાઇ ખેર, પુત્રશ્રી સ્વ. શ્રી લલીતભાઇ ખેર, (સેન્ટ્રલ બેન્ક મેનેજર-અમદાવાદ) પુત્રી શ્રી રમણભાઇ નારાયણભાઇ ખેર (એસ.એસ.સી.સિમેન્ટ ફેકટરી-પોરબંદર) પુત્રી સ્વ. શ્રી સાવિત્રીબેન મનુભાઇ વાઢીયા (અમદાવાદ) હાલમાં શ્રી રમણભાઇ નારાયણભાઇ ખેર અને તેમના પુત્ર ધવલભાઇ રમણભાઇ ખેર (ડાયરેકટર ડો. વી.આર.ગોઢાણીયા, આઇ.ટી.કોલેજ-પોરબંદર) પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રોયલ એપાર્ટમેન્ટ સામે ''ખેવના'' નિવાસમાં સ્વ.કેપ્ટન નારાણભાઇ ખેરના સંસ્મરણો વાગોળે છે.

સંકલન :

ડો. ઇશ્વરભાઇ ભરડા

ડાયરેકટર ડો. ગોઢાણીયા

બી.એડ.કોલેજ પોરબંદર

(1:20 pm IST)