Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

આદિત્યાણા પાસે જમીનમાં ખૂંપી ગયેલા ટ્રકમાંથી પાંચ લાખનો દારૂ ઝડપાયો

પોલીસ આવે તે પહેલા અર્ધા જથ્થાનું કટીંગ થઇ ગયાની ચર્ચા

આદિત્યાણા તા.૧ : બોરીચા અને બખરળા રોડ વચ્ચે વાડા પાસે, દારૂ ભરેલ ગાડી વરસાદને હિસાબે જમીનમાં ખુંચી જતા તેમાં ભરેલ દારૂની પેટીઓનું કટીંગ થતું હોવાના સમાચાર મળતા પોલીસને ફોન કરવા લોકલ ક્રાઇમ બ્રાંચ પોરબંદર અને બગવદર પોલીસ પહોંચી જતી. રાજસ્થાન પાંસીંગ ટ્રક આરજી ૧૬ જીએ ૧૮૬૯ ખુંચેલી પડેલ હાલ અને જેને કાઢવા માટે જેસીબીથી મહેનત કરતા હતા આ ગાડીમાંથી ૪ ફોરવીલ મારફતે અંદાજે ર૦૦ થી ૩૦૦ પેટીઓ-કટીંગ થઇ ગયેલ હતું પોલીસ પહોંચી ત્યારે અર્ધા ભાગનો દારૂ સગેવગે થઇ ગયેલ હતો તેવી ચર્ચા છે.

પોલીસે ડ્રાઇવર રામનિવાસ, ભેરારામ બિસ્નોઇ રાજસ્થાન અને દિનેશ દેવારામ બિસ્નોઇની પુછપરછ કરતા આ દારૂની પેટીઓ નટવર ઉર્ફે નટુ ઓડેદરા અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમોનો હોવાનું જણાવેલ હતું.

બાદમાં પોલીસે જયાં દારૂ ઉતારેલ હતો તે જગ્યાએ જઇ ભારતીય બનાવટનો વિદેશી દારુ પાર્ટી સ્પેશીયલ ૭પ૦ એમએલ કંપની સીલપેક ડિલકસ વિસ્હી, બોટલ મળી ૧ર૬૦ પેટી ૧૦પ કિંમત રૂ.પ,૦૪,૦૦૦ અને ટ્રકની કિંમત રૂ.૧પ,૩૧,પ૬પ૯ જપ્ત કરેલ છે ડ્રાઇવર અને કિલનર તથા નટવર ઉર્ફે નટુ ઓડેદરા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ દાખલ કરેલ છે.

આમ જાણે પોલીસનો ડર ના લાગતો હોય તેવી રીતે દારૂના ધંધાર્થીઓ વર્તી રહેલ છે.પ્રકાશભાઇ પંડિતે અગાઉ આઇ. જી. પી. સુભાષ ત્રિવેદીને પત્ર લખી બરડા ડુંગરમાં દુષણને દુર કરવા રજુઆત કરી હતી.

(1:19 pm IST)