Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ચોટીલામાંથી પુત્રીને ભગાડી જનાર ધવલ ત્રિવેદીને ઝડપી લેવા પિતાની દર્દનાક અપીલ

વઢવાણ,તા.૧: સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ગામમાં નાની એવી કરીયાણા ની દુકાન ધરાવતા લોહાણા વેપારી મુકેશભાઇ ખખ્ખર ની ૧૮ વર્ષની નિધી ખખ્ખરને મુળ વડોદરાના અને રાજકોટ જેલમાં જન્મટીપ ની સજા ભોગવતો અને પેરોલ પર છુટ્યા બાદ ફરી જેલ માં હાજર થવા ના આગલા દિવસે તા.૧૧-૦૮-૨૦૧૮ના દિવસે અપહરણ કરી ને નસાડી જતા એકની એક પુત્રીના વિયોગમાં મુકેશભાઇ ખખ્ખરે સોશ્યલ મીડીઆમાં એક દર્દનાક અપીલ કરી છે.અને આ આંતર રાજય આરોપી ધવલ ત્રિવેદી અત્યાર સુધી માં આઠ યુવાન છોકરીઓને નસાડી ચુકયો છે.આરોપી ધવલ ત્રિવેદી અનેક રાજયોની ભાષા જાણે છે અને ખુબ જ શાતિર દિમાગ ધરાવતો રીઢો આરોપી છે.

અત્યારે આ અપહરણ કેસની તપાસ સી.બી.આઇ.ચલાવી રહી છે.૧૪મહીના થવા છતાં યુવાન પુત્રીનો હજુ સુધી પતો નહીં લાગવાથી પિતા મુકેશભાઇ ખખ્ખરે સોશ્યલ મીડીઆમાં દર્દનાક વીડીઓ વાયરલ કર્યો છે.

(1:18 pm IST)